(Source: ECI/ABP News/ABP Majha)
VADODARA : પાદરામાં ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યાં, ગોઠણસમાં પાણી ભરાતા ખેડૂતોને મોટું નુકસાન, જુઓ વિડીયો
Vadodara News : ખાંધા અને ગયાપુરાની 700 એકર જમીનમાં કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે.
Vadodara : અતિવૃષ્ટિ ના કારણે જગત નો તાત ખેડૂત બેહાલ બન્યો છે. પાદરા તાલુકામાં મુશળધાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા ખાંધા અને ગયાપુરાની 700 એકર જમીનમાં કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ નુકસાનના વળતરની સરકાર પાસે માંગ કરી હતી. ખાંધા અને ગયાપુરા ગામના ખેડૂતોની દયનિય હાલત અતિવૃષ્ટિ ના કારણે ખેતરો આજે પણ ગોઠણસમા પાણી ભરાયા છે જેના કારણે જગતનો તાત ખેડૂત બેહાલ બન્યો છે. ખેતરોમાં પાણી ભરાયા હોવાથી પાદરાના ખાંધા અને ગયાપુરા ગામના ખેડૂતોની દયનિય હાલત બની છે. જેમાં ખાધા ગામની 400 એકરની જમીનમાં કપાસની ખેતીમાં મોટું નુકસાન થયું છે, સાથે તુવેરના કરાયેલા વાવેતરમાં પણ નુકશાન થયું છે. જુઓ આ વિડીયો -
ઢાઢર નદીએ આફત સર્જી
પાદરા તાલુકામાં 4 દિવસ મૂળશધાર વરસેલા વરસાદના કારણે ખાંધા ગામમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. નજીકમાંથી પસાર થતી ઢાઢર નદીમાં જતા વરસાદી કાંસના પાણીનો નિકાલ ન થતો હોવાથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયાનો આક્ષેપો કર્યા હતા. પાકના નુકસાન માટે ખેડૂતોના ખેતરોમાં સરકાર સર્વે કરાવીને વળતર આપે તેવી માંગ કરી હતી.
છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન
છોટાઉદેપુર જિલ્લામાં ગત 10મી જુલાઈએ મેઘ કહેર વરસી. ભારે વરસાદના પગલે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. બોડેલી તાલુકામાં ચોવીસ કલાકમાં જ 22 ઇંચ વરસાદ ખાબકી જતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા, ખેતરો જાણે કે તળાવ હોય તેવી સ્થતીનું નિર્માણ થયું. ખેડૂતોના કપાસ, તુવેર, કેળ સહિતના પાકોમાં મોટું નુકસાન ગયું છે.
બોડેલીના પાનેજ ગામે તો ખેતરોમાં રેતીના થર જામી ગયા, ઉભો પાક તો તણાઈ જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડયો પરંતુ ફળદ્રુપ જમીનમાં ક્યાંક ઊંડા ખાડા તો ક્યાંક રેતીના થર જામી જતા જમીન ખેતીના લાયક રહી નથી તેવામાં ખેડૂતો સરકાર પાસે જમીન સમતલ કરવા અને રેતી હટાવવા માટે સહાય માંગી રહ્યા છે.