શોધખોળ કરો
AstraZeneca Vaccine: ઓસ્ટ્રિયાએ એસ્ટ્રાજેનેકાની કોરોના રસી પર લગાવ્યો પ્રતિબંધ, રસીથી એક મહિલાનું મોત થયું હતું
એક સ્વાસ્થ્ય એજન્સી અનુસાર ઓસ્ટ્રિયાઈ અધિકારીઓએ એસ્ટ્રાજેનેકા રસી લોકોને આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
વિશ્વભરમાં તમામ દેશોની જેમ જ ઓસ્ટ્રિયામાં પણ કોરોના વાયરસના ચેપને અટકાવવા માટે લોકોને રસી આપવાનું શરૂ થઈ ગયું છે. જોકે આ રસીકરણની વચ્ચે ઓસ્ટ્રિયામાં એસ્ટ્રાજેનેકાની રસી આપવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પ્રતિબંધનું મુખ્ય કારણ મહિલાનું મોત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે એક 49 વર્ષની મહિલાએ આ રસી લીધી તો તેના થોડ જ સમયમાં તેનું મોત થઈ ગયું જેના કારણે સાવચેતી રાખતા રસી પર હાલમાં પ્રતિબંધ લગાવી દીધો છે. જેથી મહિલાનું મોત ક્યા કારણે થયું છે તેની જાણકારી મેળવી શકાય.
વેક્સીના એક જ બેચના બે રિપોર્ટ
એક સ્વાસ્થ્ય એજન્સી અનુસાર ઓસ્ટ્રિયાઈ અધિકારીઓએ એસ્ટ્રાજેનેકા રસી લોકોને આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે આ રસીને કારણે એક મહિલાનું મોત થયું તો બીજી મહિલા ઠીક પણ થઈ છે. ફેડરલ ઓફિસ ફોર સેફ્ટી ફોર હેલ્થ કેયરને લોઅર ઓસ્ટ્રિયા પ્રાંતના જ્વેટલના ક્લિકિકમાં એસ્ટ્રાજેનેકા રસીની એક જ બેચના બે રિપોર્ટ મળ્યા છે. જેમાં એક 49 વર્ષની મહિલાનું મોત થયું છે જ્યારે એક 35 વર્ષની મહિલા ઠીક થઈ ગઈ છે.
એસ્ટ્રાજેનેકા રસી સાચી કે ખોટી?
જ્યારે જોવામાં આવે તો રસીને યૂરોપિય મેડિકલ એજન્સી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને યોગ્ય ગણાવી છે. અને તેમાં 23000 લોકો સામેલ હતા. સાથે જ જાણકારી અનુસાર કહેવાય છે કે એસ્ટ્રાજેનેકા કોરોના રસી સુરક્ષિત છે, પરંતુ મહિલાના મોત બાદથી સાવચેતીના ભાગ રૂપે રસીનો બાકીના સ્ટોકનો હવે ઉપયોગ કરવામાં નહીં આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement