રશિયન સૈનિકો યૂક્રેની મહિલાઓ પર યુદ્ધ દરમિયાન કરી રહ્યાં છે બળાત્કાર ને પછી આપી દે છે ફાંસી, - યૂક્રેની સાંસદનો મોટો આરોપ
લેસિયા વાસિલેન્કોએ કહ્યું કે, યુદ્ધ દરમિયાન 60 વર્ષથી મોટી ઉંમરના મહિલાઓને બળાત્કાર બાદ મારી નાંખવામાં આવી, કે પછી તેમને ખુદ પોતાનો જીવ આપી દીધો.
નવી દિલ્હીઃ યૂક્રેન અને રશિયા વચ્ચે આજે યુદ્ધનો 24મો દિવસ છે. રશિયન સેનાએ યૂક્રેનના મોટાભાગના શહેરો પર કબજો જમાવી દીધો છે, અને ત્યાં તબાહી મચાવ રહી છે. આ બધાની વચ્ચે યૂક્રેની સાંસદોએ રશિયા પર મોટો આરોપ લગાવ્યો છે. ખરેખરમાં સાંસદોનું કહેવુ છે કે રશિયન સૈનિકો યૂક્રેનના શહેરોમાં બળાત્કાર કરી રહ્યાં છે. તેમને દાવો કર્યો છે કે રશિયન સૈનિકો 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓની સાથે બળાત્કાર કરવામાં આવી રહ્યો છે અને તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવી રહી છે.
યૂક્રેનના વિપક્ષી હોલોસ પાર્ટીના સાંસદ લેસિયા વાસિલેન્કોએ દાવો કર્યો છે કે, સૈનિક 60 વર્ષથી મોટી ઉંમરના મહિલાઓનો રેપ કરી રહ્યા છે. વળી, હિંસાથી બચવા માટે કેટલીય મહિલાઓએ યૌન શોષણ બાદ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે અન્ય એટલી કમજોર હતી કે તે રેપ બાદ બચી ના શકી.
લેસિયા વાસિલેન્કોએ કહ્યું કે, યુદ્ધ દરમિયાન 60 વર્ષથી મોટી ઉંમરના મહિલાઓને બળાત્કાર બાદ મારી નાંખવામાં આવી, કે પછી તેમને ખુદ પોતાનો જીવ આપી દીધો. તેમને કહ્યું કે, મુખ્ય સમસ્યા એ છે કે પીડિતો અને પરિવારોની પાસે પોતાના સાથે થયેલા અન્યાય વિરુદ્ધ આગળ આવીને અવાજ ઉઠાવવાની તાકાત કે ક્ષમતા નથી.
આ પણ વાંચો........
યોગી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આ દિવસે સાંજે 4 વાગ્યે યોજાશે, જાણો સમારોહ આયોજનની વિગતો
IPLમાં માત્ર 3 ખેલાડીઓએ જ એક ઓવરમાં ફટકારી છે 5 સિક્સર, 3 માંથી બે તો છે ભારતીય
કેન્દ્રીય મંત્રીનો મોટો દાવોઃ મહારાષ્ટ્ર સરકારના 25 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં
ધૂળેટીએ માતમઃ ગુજરાતમાં 16 લોકો ડૂબ્યા, ભાણવડમાં 5, કઠલાલમાં 4 ડૂબ્યા
Coronavirus: ચીનમાં કોરોનાનો ફફડાટ, એક વર્ષ બાદ કોવિડ-19થી બે સંક્રમિતોના મોત
Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 2075 નવા કેસ નોંધાયા, 71 સંક્રમિતોના મોત