Israel Hamas War: ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલનો ફરી હુમલો, 71 લોકોનાં મોત
ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર ફરી એકવાર જોરદાર હુમલો કર્યો છે. આ હુમલામાં 71 લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે
Isreal Gaza War: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા નવ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલે હમાસને ખતમ કરવાની મક્કમ પ્રતિજ્ઞા લીધી છે. આ પ્રતિજ્ઞા ગાઝા પટ્ટીના લોકો પર ભારે પડી રહી છે. ગાઝામાં ઈઝરાયેલની સેનાની કાર્યવાહી ચાલુ છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર ફરી એકવાર જોરદાર હુમલો કર્યો છે. આ હુમલામાં 71 લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી છે.
ગાઝા પટ્ટીના ખાન યુનિસમાં ઈઝરાયેલે તબાહી મચાવી છે
ઇઝરાયેલે ગયા વર્ષથી દૈફને તેની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં રાખ્યું હતું. દૈફના નેતૃત્વમાં હમાસે ઈઝરાયેલ પર ઘણી વખત હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ઈઝરાયેલના હુમલામાં 289 લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવ્યું છે કે ઘણા ઘાયલ અને મૃતકોને ખાન યુનિસ વિસ્તારની નાસેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જો કે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે ઈઝરાયેલી મિલિટરી ફોર્સિસ (IDF)એ મુવાસી પર આ હુમલો કર્યો હતો કે નહીં. મુવાસી ઇઝરાયેલના અધિકાર હેઠળ છે અને ઉત્તર રફાહથી ખાન યુનિસ સુધી વિસ્તરે છે. ખાન યુનિસના કેમ્પમાં હજારો પેલેસ્ટિનિયન શરણાર્થીઓ રહે છે.
બીજી તરફ ઈઝરાયેલના અધિકારીઓનું કહેવું છે કે તેમણે હમાસની સૈન્ય ટુકડીના વડાને નિશાન બનાવ્યું હતું. ઈઝરાયેલે આ હુમલો ગાઝા પટ્ટીના ખાન યુનિસ વિસ્તારમાં કર્યો છે. ઈઝરાયલના અધિકારીઓએ કહ્યું કે તેમણે મોહમ્મદ દૈફના સ્થાનો પર હવાઈ હુમલા કર્યા છે. મોહમ્મદ દૈફને 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલમાં તબાહી મચાવી હતી. તે દરમિયાન 1,200 લોકો માર્યા ગયા હતા. જેના કારણે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું.
#UPDATE The health ministry in Hamas-run Gaza said an Israeli strike on Saturday killed 71 people at the Al-Mawasi camp for war displaced in the south of the Palestinian territory.
— AFP News Agency (@AFP) July 13, 2024
The Israeli military said it was looking into the reported bombing.https://t.co/a61WRXZH8c pic.twitter.com/1uFicmT9rQ