શોધખોળ કરો

Mother's Day 2024: મધર્સ ડે ક્યારે અને કેમ ઉજવવામા આવે છે? જાણો આ દિવસનો ઇતિહાસ

Mother's Day 2024: ભારત સહિત ઘણા દેશોમાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે

Mother's Day 2024: ભારત સહિત ઘણા દેશોમાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ભારતમાં મધર્સ ડે 12મી મેના રોજ ઉજવવામાં આવશે. માતા પ્રત્યેનો આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા સમગ્ર વિશ્વમાં મધર્સ ડે ઉજવવામાં આવે છે. માતા માત્ર બાળકને જન્મ જ નથી આપતી પણ તેનું પાલનપોષણ પણ કરે છે અને જીવનના દરેક સુખ-દુઃખમાં બાળકની પડખે ઉભી રહે છે. આજે અમે તમને જણાવીશું કે મધર્સ ડે ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે.

તમારી માતા માટે જેટલું પણ કરો એટલું ઓછું થે કારણ કે આ દુનિયામાં કોઈ તેની સરખામણી કરી શકે નહીં. કોઈએ સાચું જ કહ્યું છે કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, તેથી જ તેમણે માતાને બનાવ્યા છે. મધર્સ ડે પર બાળકો તેમની માતાઓને મધર્સ ડે પર અભિનંદન આપે છે અને તેમના પ્રત્યે આદર, પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આ સિવાય બાળકો તેમની માતાને સ્પેશિયલ ફીલ કરાવવા માટે તેમને ગિફ્ટ પણ આપે છે.

મધર્સ ડેનો ઇતિહાસ

મધર્સ ડેની ઉજવણીની શરૂઆત અમેરિકન મહિલા એના જોર્વિસે કરી હતી. જો કે, મધર્સ ડેની ઉજવણી ઔપચારિક રીતે 9 મે, 1914ના રોજ તત્કાલિન યુએસ પ્રમુખ વૂડ્રો વિલ્સન દ્વારા કરવામાં આવી હતી. તે સમયે અમેરિકી સંસદમાં એક કાયદો પસાર કરીને દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે સમયથી, અમેરિકા, યુરોપ અને ભારત સહિત ઘણા દેશોમાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવાનું શરૂ થયું હતું

શા માટે મધર્સ ડે મે મહિનાના બીજા રવિવારે જ ઉજવવામાં આવે છે?

મધર્સ ડેની શરૂઆત અમેરિકન એક્ટિવિસ્ટ એના જાર્વિસ દ્વારા કરવામાં આવી હતી. એના તેમની માતાને ખૂબ પ્રેમ કરતા હતા. જાર્વિસ તેની માતા સાથે રહેતા હતા અને ક્યારેય લગ્ન કર્યા ન હતા. તેની માતાના અવસાન પછી એનાએ તેમની માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા મધર્સ ડેની શરૂઆત કરી હતી. આ માટે એના એવી તારીખ પસંદ કરી કે તે તેની માતાની પુણ્યતિથિ એટલે કે 9 મેની આસપાસ આવે. ત્યારથી મધર્સ ડે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે.

યુરોપ અને બ્રિટનમાં ઘણી લોકપ્રિય પરંપરાઓ છે, જ્યાં ઇસ્ટર સંડેના ત્રણ અઠવાડિયા પહેલા ચોથા રવિવારના દિવસે માતાને સન્માન આપવા માટે ઉજવવામાં આવે છે, જેને મધરિંગ સન્ડે કહેવામાં આવે છે. યુરોપમાં આ દિવસને મધરિંગ સન્ડે કહેવામાં આવે છે, જ્યારે ખ્રિસ્તી સમુદાયના ઘણા લોકો પણ આ દિવસને વર્જિન મેરીના નામથી પણ ઓળખે છે. જ્યારે અમેરિકા, ભારત અને કેનેડા મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડેની ઉજવણી કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Embed widget