શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોદી મારા સારા મિત્ર, ભારત-અમેરિકા સાથે મળીને કોરોના વાયરસની રસી વિકસિત કરવાનું કરી રહ્યા છે કામઃ ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પે ભારતના પ્રધાનમંત્રી મોદીને તેમના ખૂબ સારા મિત્ર ગણાવ્યા. ચાલુ વર્ષના અંત કે તેના થોડા સમય બાદ કોરોના વાયરસની રસી બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે.
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ભારતીયો અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ટ્રમ્પે ભારતીય-અમેરિકનને મહાન વૈજ્ઞાનિક અને સંશોધનકર્તા ગણાવી કહ્યું, બંને દેશો સાથે મલીને કોરોના વાયરસની રસી વિકસિત કરવા સાથે મળીને કામ કરી રહ્યા છે.
ટ્રમ્પે પત્રકારોને કહ્યું, ચાલુ વર્ષના અંત સુધી કોરોના વાયરસની રસી વિકસિત થવાની સંભાવના છે. હું થોડા સમય પહેલા જ ભારતથી પરત ફર્યો છું અને અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો છે અને તમે જે લોકો અંગે વાત કરી રહ્યા છો તેમાંથી અનેક લોકો રસી વિકસિત કરવામાં લાગ્યા છે.
ટ્રમ્પે ભારતના પ્રધાનમંત્રી મોદીને તેમના ખૂબ સારા મિત્ર ગણાવ્યા. સમાચાર એજન્સી એપીના જણાવ્યા મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે આશા વ્યક્ત કરી કે ચાલુ વર્ષના અંત કે તેના થોડા સમય બાદ કોરોના વાયરસની રસી બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ભારતને વેન્ટિલેટર દાન કરશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, “મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા ભારતને વેન્ટિલેટર દાન કરશે. આ મહામારી દરમિયાન અમે ભારત અને નરેન્દ્ર મોદીની સાથે ઉભા છીએ. અમે વેક્સીન ડેવલપમેન્ટમાં પણ મદદ કરી રહ્યા છીએ. અમે મળીને અદ્રશ્ય શત્રુને હરાવીશું.”India has been so great, your PM has been a very good friend of mine. We are working with India too, we have a tremendous Indian population in the US & many of the people you are talking about are working on the vaccine too, great scientists & researchers: US President Trump pic.twitter.com/P5IInnGFxi
— ANI (@ANI) May 16, 2020
હાલમાં જ અમેરિકાએ કોરોના વાયરસને રોકવા માટે ભારતને વધારાના ત્રણ મિલિયન અમેરિકન ડોલરની આર્થિક મદદની જાહેરાત કરી છે. આ પહેલા હાલમાં જ ટ્રમ્પ પ્રશાસને USAIDના માધ્યમથી ભારતને 5.9 મિલિયન અમેરિકન ડોલરની મદદ આપવાની જાહેરાત કરી હતી.#WATCH "We are sending a lot of ventilators to India, I spoke to Prime Minister Modi. We are sending quite a few ventilators to India. We have a tremendous supply of ventilators" says US President Donald Trump. pic.twitter.com/pnvx3C1D3r
— ANI (@ANI) May 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion