Shinzo Abe Funeral: શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં PM મોદી થયા ભાવુક, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જાપાનની મુલાકાતે છે.
PM Modi Japan Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જાપાનની મુલાકાતે છે. આબેના અંતિમ સંસ્કારમાં પીએમ મોદી સહિત 20 દેશોના વડાઓ હાજર રહ્યા છે. જેમાં મોદી ભાવુક થયા હતા.
#WATCH | Prime Minister Narendra Modi attends the State funeral of former Japanese PM Shinzo Abe in Tokyo
— ANI (@ANI) September 27, 2022
(Source: DD) pic.twitter.com/ivap1YrH6T
આજે વહેલી સવારે રાજધાની ટોક્યો પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી અને કહ્યું કે મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં ભારત-જાપાનના સંબંધો વધુ ગાઢ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા હતા અને ત્યાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને પક્ષના લોકો હાજર હતા.
અમારા સંબંધો વધુ ગાઢ બનશેઃ પીએમ મોદી
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત અને જાપાનની મિત્રતાએ વૈશ્વિક પ્રભાવ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. મને ખાતરી છે કે તમારા નેતૃત્વમાં ભારત-જાપાનના સંબંધો વધુ ગાઢ બનશે. વિશ્વની સમસ્યાઓને ઉકેલવામાં આપણે યોગ્ય ભૂમિકા ભજવી શકીશું. શિન્ઝો આબેને યાદ કરતાં તેમણે કહ્યું, “આજે દુઃખની આ ઘડીમાં અમે મળી રહ્યા છીએ. છેલ્લી વાર જ્યારે હું આવ્યો ત્યારે મેં શિન્ઝો આબે સાથે ખૂબ લાંબી વાત કરી હતી અને મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે ગયા પછી મારે આવા સમાચાર સાંભળવા પડશે."
Japanese and foreign dignitaries have paid tribute to assassinated former prime minister Shinzo Abe at a controversial state funeral, as long lines of people gathered to offer flowers and prayershttps://t.co/Ztbki9nUck pic.twitter.com/TATWRZylWM
— AFP News Agency (@AFP) September 27, 2022