Ukraine Russia War: રશિયન હેડક્વાર્ટર પર યૂક્રેનિયન સૈનિકોનો મિસાઇલ હુમલો, 200 પેટાટ્રૂપર્સ ઠાર
યૂક્રેનના લુહાન્સ્ક પ્રશાસનિક જિલ્લાના ગર્વનર સેરહી હૈદાઇએ શુક્રવારે એક ટેલિગ્રામ પૉસ્ટ દ્વારા આ વાતની જાણકારી આપી છે.
Russia Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચેનુ યુદ્ધ હજુ પણ ચાલુ જ છે, અને હવે બન્ને દેશોના સૈનિકો એકબીજા પર ઘાતક હુમલાઓ કરી રહ્યાં છે. યૂક્રેને રશિયન હેડક્વાર્ટર (Russian Headquarters) પર હુમલો કર્યાના સમાચાર છે, આ હુમલામાં રશિયાના 200 થી વધુ પૈરાટ્રૂપ્સ ઠાર મરાયા છે. યૂક્રેનના રિઝનલ ગર્વનરે (Regional Governor) આ વાતની જાણકારી આપી છે. તેમને કહ્યું કે, યૂક્રેન (Ukraine) ના કબજા વાળા પૂર્વ રશિયામાં એક બેઝને તોડી પાડવા માટે સૈનિકોએ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 200 રશિયન હવાઇ સૈનિકોને (Russian Airborne Troops) ને ઠાર મારી દેવામા આવ્યા છે.
યૂક્રેનના લુહાન્સ્ક પ્રશાસનિક જિલ્લાના ગર્વનર સેરહી હૈદાઇએ શુક્રવારે એક ટેલિગ્રામ પૉસ્ટ દ્વારા આ વાતની જાણકારી આપી છે. તેમને કહ્યું કે, સૈનિકોને કાદિવકાના કબજા વાળા શહેરમાં એક હૉટલમાં સ્થાપિત રશિયન ઠેકાણાંઓ પર સફળતાપૂર્વક હુમલો કર્યો હતો, ઉલ્લેખનીય છે કે, યૂક્રેનના પૂર્વ ક્ષેત્રોમાં રશિયાની યુદ્ધની ગતિ હવે ઠપ પડી ગઇ છે, કેમકે આ સંઘર્ષના છ મહિના થઇ ચૂક્યા છે.
હૈદાઇની ગવર્નરશીપે તેમને આ વિસ્તાર માટે સૈન્ય નેતા બનાવી દીધા છે. તેમને દ્વારા જાહેર કરવામાં આવેલી પૉસ્ટમાં યુદ્ધ -પસ્ત ઇમારતની ઇમેજ પણ સામેલ છે. જેમાં તેમને કહ્યું કે, રશિયન સેના 2014 થી આને બેઝ તરીકે ઉપયોગ કરી રહી હતી.
આ પણ વાંચો..
Shani Amavasya 2022 : 14 વર્ષ બાદ શનિશ્વરી અમાસ પર બની રહ્યો છે આ શુભ સંયોગ, કરો આ ઉપાય
Ahmedabad: અમદાવાદમાં રાત્રે 3 વાગ્યે પાણીની ટાંકીમાં પડ્યો યુવક, બે કલાક બાદ....
Health Tips: વધુ નમક ખાવુ આપના શરીરમાં માટે છે ખતરનાક, થઇ શકે છે આ નુકસાન
CRIME NEWS: ભુજમાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, સમગ્ર વિસ્તારમાં અરેરાટી
Banaskantha : બનાસ નદીમાં વધુ એક યુવક ડુબ્યો, બે દિવસમાં 8 લોકો તણાયા ; 2 મૃતદેહ મળ્યા
Lausanne Diamond League: નીરજ ચોપડાએ ફરી રચ્યો ઇતિહાસ, લૂસાને ડાયમંડ લીગ જીતનાર પહેલા ભારતીય બન્યા