Sri Lanka Political Crisis: શ્રીલંકાના રાષ્ટ્રપતિ આવાસમાં ઘૂસેલા પ્રદર્શનકારીઓને મળ્યા લાખો રુપિયા, જુઓ રુપિયા ગણતા યુવકનો વીડિયો
શ્રીલંકા દેશના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ગઈકાલે દેશ છોડીને ભાગી ગયા છે અને પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો જમાવી લીધો છે. આ સમગ્ર ઘટનાના ઘણા વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
Sri Lanka Political Crisis: કોઈ પણ દેશના રાષ્ટ્રપતિ ભવનને સૌથી સુરક્ષિત જગ્યા ગણવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનના કેટલાક ભાગોમાં પરવાનગી લઈને જઈ શકાય છે પરંતુ રાષ્ટ્રપતિ ભવનના ખાસ વિસ્તારોમાં જવું દરેક નાગરિક માટે સરળ નથી હોતું. પરંતુ ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં અત્યારે રાષ્ટ્રપતિ ભવન ફરવાનું સ્થળ બની ગયું છે.
આર્થિક સંકટમાં ઘેરાયેલા શ્રીલંકા દેશના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ગઈકાલે દેશ છોડીને ભાગી ગયા છે અને પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો જમાવી લીધો છે. આ સમગ્ર ઘટનાના ઘણા વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
રુપિયા ગણતા યુવકનો વીડિયો વાયરલઃ
શ્રીલંકા દેશની સૌથી ખરાબ આર્થિક કટોકટી વચ્ચે શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના આવાસ પર હુમલો કરનારા વિરોધીઓએ ભવનમાંથી રુપિયાનો ખજાનો મળી ગયો છે. સ્થાનિક મીડિયાના એક અહેવાલ પ્રમાણે રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચેલા પ્રદર્શનકારીઓને રાષ્ટ્રપતિ ભવનમાંથી ઘણા રુપિયા મળ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાંથી મળેલા આ રુપિયાને ગણતા યુવકનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક પૈસા ગણી રહ્યો છે અને તેને ટોળે વળેલા પ્રદર્શનકારીઓ રુપિયાના બંડલનો વીડિયો અને ફોટો લઈ રહ્યા છે.
Protesters who seized the residence of the head of Sri Lanka found a huge amount of money there.
Millions of rupees were in President Gotabaya Rajapaksa's closet, local media reported. Eyewitnesses published a video online, in which they allegedly counted 17.8 million. pic.twitter.com/fwxCZiM8FJ — Jim yakus (@SJIMYAKUS) July 10, 2022
આ વીડિયો ટ્વીટ કરનાર યુઝરે લખ્યું હતું કે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનમાંથી મળેલા આ રુપિયાના ગણતરી કરનારા લોકોએ દાવો કર્યો છે કે, તેણે 17.8 મિલીયન રુપિયાની ગણતરી કરી લીધી છે. હાલ શ્રીલંકાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ શવેન્દ્ર શિલ્વાએ પ્રદર્શનકારીઓને અપિલ કરી છે કે તેઓ સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે શાંતિ જાળવે.