(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાની યુ ટ્યુબર્સનો મોટો દાવો, જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડને અજાણ્યા શખ્સે કર્યો ઠાર
16-સેકન્ડની ક્લિપમાં સફેદ શર્ટ પહેરેલો એક માણસ, માઇક્રોફોન લઈને તેની યુટ્યુબ ચેનલ માટે વીડિયો રેકોર્ડ કરતો હોય તેમ લાગે છે.
Pakistan News: પાકિસ્તાની મીડિયા યુ ટ્યુબર્સ દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યો છે. જે મુજબ જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી આતંકવાદી હુમલા પાછળના માસ્ટરમાઇન્ડને અજાણ્યા માણસો દ્વારા (mastermind behind the Reasi terror attack of jammu and Kashmir) કથિત રીતે પાકિસ્તાનમાં ઠાર કરવામાં આવ્યો હતો. ઓનલાઈન ફરતા એક વીડિયોમાં (video circulating online) બે માણસો આ ભયાનક હુમલા માટે જવાબદાર માસ્ટરમાઇન્ડને (mastermind responsible for the horrifying attack) ઠાર કરવા વિશે વિસ્ફોટક નિવેદનો આપતા બતાવે છે. આ હુમલામાં નવ લોકોના મોત થયા હતા અને 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
16-સેકન્ડની ક્લિપમાં સફેદ શર્ટ પહેરેલો એક માણસ, માઇક્રોફોન લઈને તેની યુટ્યુબ ચેનલ માટે વીડિયો રેકોર્ડ કરતો હોય તેમ લાગે છે. તેણે જમ્મુકકાશ્મીરના રિયાસીમાં તાજેતરના આતંકવાદી હુમલાઓની ચર્ચા કરી અને એવા અહેવાલોનો ઉલ્લેખ કર્યો કે માસ્ટર માઇન્ડને પાકિસ્તાનમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ઠાર કરવામાં આવ્યો છે.
The mastermind of #ReasiTerrorAttack has been neutralized in Pakistan by 'unknown men, claims Pak media and YouTubers.#AllEyesOnReasipic.twitter.com/SnmZb81vKH
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 15, 2024
પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગમાં વધારો
પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગ વધારો થયો છે., ભારતીય નાગરિક સરબજીત સિંઘના હત્યારા, પાકિસ્તાની અંડરવર્લ્ડ ડોન અમીર સરફરાઝ ઉર્ફે તાંબાની લાહોરમાં 14 એપ્રિલે અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા માણસોએ અમીર સરફરાઝને નિશાન બનાવ્યો હતો, જેઓ પોલિથીન વડે ગળું દબાવીને પાકિસ્તાનની જેલમાં સરબજીત સિંહની હત્યા કરવાનો આરોપ હતો. આ ઘટનાઓમાં અંડરવર્લ્ડ ડોન અને પાકિસ્તાનમાં આશરો લેનારા આતંકવાદીઓની રહસ્યમય રીતે હત્યા કરવામાં આવી રહી છે. પાકિસ્તાને આ મૃત્યુ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે, પરંતુ ભારતે આ બાહ્ય હત્યાઓમાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે.
રિયાસી આતંકી હુમલાના સંબંધમાં 50ની અટકાયત
ગુરુવારે અધિકારીઓના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીરના રિયાસીના કાંડા વિસ્તારમાં તીર્થયાત્રીઓની બસ પર તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના સંબંધમાં લગભગ 50 લોકોની અટકાયત કરવામાં આવી છે. 9 જૂનના રોજ થયેલા આ હુમલામાં આતંકવાદીઓએ બસ પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે તે ખીણમાં પડી હતી, જેના પરિણામે 9 લોકોના મોત થયા હતા અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા.
પોલીસ અધિક્ષક રિયાસી, મોહિતા શર્માએ જણાવ્યું હતું કે કાંડા વિસ્તાર પોલીસ સ્ટેશનની આગેવાની હેઠળની સઘન તપાસ બાદ 50 લોકોની અટકાયત કરવામાં આવી હતી. વધુ પુરાવાઓ મેળવવા અને છુપાયેલા આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશનને અર્નાસ અને માહોરના દૂરના વિસ્તારોમાં લંબાવવામાં આવ્યું છે.