શોધખોળ કરો
Vastu Tips: ગૂડ લક લાવે છે શંખ, વાસ્તુ દોષને કરે છે દૂર, પૂજા સ્થાને રાખવાના ફાયદા અને વાસ્તુ નિયમ જાણો
Vastu Tips: ઘરમાં વાસ્તુ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો વાસ્તુ ખરાબ હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ ઘરમાં શંખ રાખવાના ફાયદા.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/5

આપણા શાસ્ત્રોમાં શંખનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન શંખ વગાડવામાં આવે છે, તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર પણ શંખ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
2/5

જો તમે તમારા ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માંગો છો તો તમારા ઘરમાં શંખ રાખો નિયમિત રીતે શંખની પૂજા થવી જોઇએ અને જો વગાડી શકાય તેવો શંખ હોય તો પૂજા પહેલા વાગડવો પણ જોઇએ.
3/5

શંખ ઘરમાં સૌભાગ્ય લાવે છે. શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેના અવાજથી ઘરમાં પવિત્રતા આવે છે. ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે.
4/5

શંખમાં પાણી કે ચોખા કે ગંગાઘરમાં મૂકી રાખો. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
5/5

જો હિંદુ શાસ્ત્રોનું માનીએ તો શંખને દેવી લક્ષ્મીના ભાઈ તરીકે વર્ણવવામાં આવ્યો છે. કારણ કે શંખની ઉત્પત્તિ દેવી લક્ષ્મીની જેમ થઈ હતી. શંખની ગણતરી સમુદ્રમંથનમાંથી નીકળેલા ચૌદ રત્નોમાં થાય છે.
Published at : 15 Feb 2024 04:38 PM (IST)
આગળ જુઓ
Advertisement