શોધખોળ કરો
Tata Cars Offer: આ તહેવારોની સિઝનમાં Tata ની કાર પર મળી રહ્યું છે શાનદાર ડિસ્કાઉન્ટ, જાણો શું છે ઓફર
Festive Season Discount on Tata Cars: ટાટા મોટર્સે તહેવારોની સિઝનમાં તેના ગ્રાહકોની ખુશી વધારવા માટે એક પ્લાન બનાવ્યો છે. એટલા માટે કંપની કાર પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે.

પ્રતિકાત્મક તસવીર
1/6

આ ફેસ્ટિવ સીઝન ડિસ્કાઉન્ટ ઓફર હેઠળ, TATA ગ્રાહકોને રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ જેવા લાભો મળશે. તો ચાલો જાણીએ કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
2/6

Tata Nexon- Tata આ સૌથી વધુ વેચાતી SUVના ડીઝલ વેરિઅન્ટ પર ₹15,000 નું એક્સચેન્જ બોનસ અને ₹5,000 નું કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ સહિત કુલ ₹20,000નું ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યું છે. જ્યારે તેના પેટ્રોલ વેરિઅન્ટ પર ₹3,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
3/6

Tata Tigor- Tata તેના Tigor પર ₹23,000 સુધીની છૂટ આપી રહી છે. આ અંતર્ગત, આ કારના XE અને XM વેરિઅન્ટ્સ પર ₹3,000 નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સાથે ₹10,000 નું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, કંપની XZ અને XZ+ વેરિઅન્ટ પર રૂ. 10,000નું રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ તરીકે રૂ. 10,000 અને XZ અને XZ+ વેરિએન્ટ પર રૂ. 3,000 કોર્પોરેટની ઓફર પણ આપી રહી છે.
4/6

Tata Tiago- કંપની Tata Tiago પર કુલ ₹23,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપની તેના XE અને XT વેરિઅન્ટ્સ પર ₹10,000નું એક્સચેન્જ બોનસ અને ₹3,000 નું કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે.
5/6

XZ+ વેરિઅન્ટમાં રૂ. 10,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 10,000નું એક્સચેન્જ લાભ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટના રૂપમાં રૂ. 3,000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
6/6

ટાટા હેરિયર અને સફારી - ટાટા આ બે પ્રીમિયમ એસયુવી પર રૂ. 40,000 સુધીની છૂટ ઓફર કરી રહી છે. તેમની એક્સ-શોરૂમ કિંમત રૂ. 15.34 લાખથી રૂ. 23.5 લાખની વચ્ચે છે.
Published at : 11 Oct 2022 06:36 AM (IST)
આગળ જુઓ
Advertisement