શોધખોળ કરો
જોન અબ્રાહમ થી તારા સુતારિયા સુધી, Ek Villain Returnsના સ્ટારે વસુલ્યા આટલા કરોડો રુપિયા...

ફાઈલ ફોટો
1/6

બોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મમાંની એક એટલે "એક વિલન રિટર્ન્સ" 29 જુલાઈના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, તારા સુતારિયા, અર્જુન કપૂર, દિશા પાટની જેવા બોલીવુડના દિગ્ગજ સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મનો લાંબા સમયથી ઈંતજાર થઈ રહ્યો છે ત્યારે હવે આ ફિલ્મમાં કામ કરનાર બોલીવુડના આ કલાકારોએ કેટલી ફી લીધી છે તેની માહિતી સામે આવી છે.
2/6

જોન અબ્રાહમ છેલ્લા ઘણા સમયથી દેશભક્તિના વિષયો પર બનેલી ફિલ્મો કરી રહ્યો છે. જો કે, એક વિલન રિટર્ન્સમાં તે અલગ જ અંદાજમાં જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ માટે જોને 5 થી 7 કરોડ રુપિયા ફી વસુલી છે.
3/6

એક વિલન રિટર્ન્સમાં તારા સુતારિયા મહત્વના રોલમાં દેખાશે. તારાએ આ ફિલ્મમાં કામ કરવા માટે 2 કરોડ રુપિયા લીધા હોવાના અહેવાલ છે.
4/6

ફિલ્મમાં દિશા પાટની જોન અબ્રાહમના લવ ઈંટરેસ્ટના રોલમાં જોવા મળશે. રિપોર્ટ્સ મુજબ દિશાએ આ ફિલ્મ માટે 7 કરોડ રુપિયાની જંગી રકમ વસુલી છે.
5/6

અર્જુન કપૂર ફિલ્મમાં ખુબ જ ઈંટેંસ રોલમાં તે જબરદસ્ત એક્શન કરતો જોવા મળશે. મળતા અહેવાલ મુજબ અર્જુને એક વિલન રિટર્ન્સમાં કામ કરવા માટે 4 કરોડ રુપિયા લીધા છે.
6/6

તમને જણાવી દઈએ કે, એક વિલન રિટર્ન્સ વર્ષ 2014માં આવેલી ફિલ્મ એક વિલનની સિક્વલ છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર લિડ રોલમાં હતાં.
Published at : 20 Jul 2022 06:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
