શોધખોળ કરો
Good Bye 2021: Ahan Shetty થી લઇને Palak Tiwari એ પોતાના ડેબ્યુથી લોકોને કર્યા ઇમ્પ્રેસ
1/8

બોલિવૂડમાં વર્ષ 2021માં અનેક નવા ચહેરાઓએ ડેબ્યૂ કર્યું છે. નવા ચહેરાઓને લોકો પસંદ પણ કરી રહ્યા છે. વર્ષ 2021 ખત્મ થવા જઇ રહ્યું છે ત્યારે અમે તમને એ કલાકારોની લિસ્ટ આપી રહ્યા છે જેમને આ વર્ષે ડેબ્યૂ કર્યુ છે.
2/8

સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીએ બોલિવૂડમાં તડપ ફિલ્મથી ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મમાં તે તારા સુતારિયા સાથે જોવા મળ્યો છે. લોકો તેની એક્ટિંગ ખૂબ પસંદ કરી રહ્યા છે.
3/8

પ્રણિતા સુભાષે બોલિવૂડમાં અજય દેવગણની ફિલ્મ ભૂજથી ડેબ્યૂ કર્યુ છે. તે સિવાય તેણે હંગામા 2માં પણ જોવા મળી હતી. તે સિવાય તે તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મમાં કામ કરી ચૂકી છે.
4/8

દિગ્ગજ એક્ટર ડૈની ડેન્જોગપ્પાના દીકરા રિન્જિંગ ડેન્જોંગપાએ સ્ક્વોર્ડથી ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી મારી છે. આ સીરિઝ જી-5 પર રીલિઝ થઇ હતી. આ સીરિઝમાં તેણે એસટીએફ કમાન્ડોની ભૂમિકા નિભાવી છે.
5/8

બોલિવૂડ એક્ટ્રેસ કૈટરિના કૈફની બહેન ઇસાબેલ કૈફે ટાઇમ ટુ ડાન્સથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મમાં સૂરજ પંચોલીની સાથે જોવા મળી હતી. આ ફિલ્મ ડિઝિટલ પ્લેટફોર્મ પર રીલિઝ કરાઇ હતી.
6/8

કભી ખુશી કભી ગમમાં પૂની ભૂમિકા નિભાવનારી માલવિકા રાજે રિન્જિંગ ડેન્જોંગપાની સ્ક્વોર્ડથી વાપસી કરી છે.
7/8

હાર્ડી સંધૂનું સોંગ વિજલી વિજલી હાલમાં ખૂબ લોકપ્રિય છે. આ ગીતમાં શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી જોવા મળી હતી. આ ગીતથી ડેબ્યૂ કરનારી પલક તિવારી દર્શકોને ખૂબ પસંદ આવી છે. ટૂંક સમયમાં તે રોઝી ધ કેસરમાં જોવા મળશે.
8/8

શરવરી વાઘે બંટી ઔર બબલી 2થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મમાં તે સિદ્ધાત ચતુર્વેદી સાથે જોવા મળી હતી.
Published at : 04 Dec 2021 12:08 PM (IST)
Tags :
Bollywood Debutants Of 2021વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
