શોધખોળ કરો
Parineeti Chopra: પરિણીતી ચોપરાએ આ બિઝનેસમાં ઝંપલાવ્યું, આ મોટી બ્રાન્ડમાં કર્યું રોકાણ
બોલિવૂડની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા સતત ચર્ચામાં રહે છે. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કર્યા બાદ પરિણીતી ચોપરા હવે બિઝનેસ વુમન પણ બની ગઈ છે.

Parineeti Chopra
1/6

અભિનયની દુનિયામાં નામ કમાયા બાદ પરિણીતી એક આંત્રપ્રિન્યોર બની ગઈ છે. તે બોલિવૂડની એવી અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે જે બિઝનેસની દુનિયામાં પણ પોતાની ઓળખ બનાવી રહી છે.
2/6

પરિણીતી ચોપરાએ સોશિયલ મીડિયા દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે કે તેણે એક મોટી બ્રાન્ડમાં રોકાણ કર્યું છે.તે 'Clensta' નામની હેલ્થ અને પર્સનલ કેર બ્રાન્ડ છે.
3/6

તેણે લખ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓથી હું મારા માટે કંઈક ખાસ અને અનોખું શોધી રહી હતી, પછી મારી નજર ક્લેનસ્ટાની પ્રોડક્શન પર પડી. પરિણીતીએ કહ્યું કે આ કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ કર્યા પછી, હું ખૂબ જ ખુશ હતી અને મેં રોકાણ કરવાનું નક્કી કર્યું.
4/6

અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તે છેલ્લા ચાર વર્ષથી તે આ કરવા માંગતી હતી અને છેલ્લા 8 મહિનાના ઉતાર-ચઢાવ પછી મેં મારી કારકિર્દીમાં કેટલાક જરૂરી ફેરફારો કરવાની યોજના બનાવી છે.
5/6

ઉલ્લેખનીય છે કે Clensta એક બ્યુટી અને કોસ્મેટિક અને પર્સનલ કેર બ્રાન્ડ છે, જેની સાથે સોહા અલી ખાસ વર્ષ 2022માં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સંકળાયેલી હતી. કંપનીની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી.
6/6

પરિણિતી ચોપરાએ કહ્યું છે કે આવનારા દિવસોમાં આ બ્રાન્ડ ઘણી બધી પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. આ સાથે તેણે કહ્યું કે તે હંમેશા બિઝનેસ કરવા માંગતી હતી જેના માટે તે ખૂબ જ ઉત્સાહિત છે.
Published at : 11 Jul 2023 01:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
બિઝનેસ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
