વર્ષ 2014 પહેલા દેશમાં માત્ર 5 ડઝન પંચાયતો ઓપ્ટિકલ ફાઈબરથી જોડાયેલી હતી. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં દોઢ લાખ ગ્રામ પંચાયતો ઓપ્ટિકલ ફાઈબર સાથે જોડવામાં આવી છે. આગામી દિવસોમાં દેશમાં દેશના તમામ ગામોને ઓપ્ટિકલ ફાઈબરથી જોડવામાં આવશે.
2/8
વિકાસ મામલે દેશના અનેક ક્ષેત્રમાં પાછળ રહી ગયેલા 110થી વધુ આકાંક્ષી જિલ્લાની પસંદગી કરવામાં આવી છે અને ત્યાં વિશેષ વિકાસ માટે વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જેથી ત્યાંના લોકોને સારું શિક્ષણ, સારી આરોગ્ય સુવિધા મળે અને રોજગારીની તકો મળે. દેશના ખેડૂતોને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે થોડા દિવસ પહેલા જ એક લાખ કરોડ રૂપિયાનું ‘એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ’ બનાવવામાં આવ્યું.
3/8
દેશમાં આજે વધુ એક મોટું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. તે છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, ભારતના હેલ્થ સેક્ટરમાં નવી ક્રાંતિ લઈને આવશે.
4/8
સાત કરોડ ગરીબ પરિવારને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા, દેશના 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની વ્યવસ્થા કરવામાં આવી. બેન્ક ખાતામાં લગભગ 90 હજાર કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા.
5/8
ભારતના FDIએ હાલમાં તમામ રેકોર્ડ તોડી દીધાં છે. ભારતમાં 18 ટકાનો વધારો છે. આ વિશ્વાસ આમ જ નથી આવતો. નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન પર દેશ 100 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવાની દિશમાં આગળ વધી રહ્યો છે. અલગ અલગ સેક્ટર્સના લગભગ 7 હજાર પ્રોજેક્ટ્સની તૈયાારી પણ કરી લેવામાં આવી છે. જે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવી ક્રાંતિ લાવશે.
6/8
પીએમ મોદીએ કહ્યું, દેશમાં આજે કોરોનાનાની એક બે નહીં ત્રણ ત્રણ વેક્સીન્સ પણ હાલમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. વૈજ્ઞાનિકોની લીલી ઝંડી મળ્યા બાદ દેશની તૈયારી તે વેક્સીન્સનું મોટા પ્રમાણમાં પ્રોડક્શનની પણ તૈયારી છે.
7/8
પીએમ મોદીએ કહ્યું કે, “આજે આપણે જે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યાં છે, તેની પાછળ ભારત માતાના લાખો દીકરા અને દિકરીઓએ ત્યાગ, બલિદાન અને સમર્પણ છે. આજે એવા તમામ સ્વતંત્ર સેનાનીનો, આઝાદીના વીરોનો, વીર શહીદોનો પર્વ છે.” તેના બાદ પીએમ મોદી કોરોના વેક્સીનને લઈને દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધીનો ઉલ્લેખ કર્યો.
8/8
દેશમાં આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના અવસર પર ત્રિરંગો ફરકાવ્યો હતો. પીએમ મોદીએ સતત સાતમી વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યું હતું. તેઓએ પોતાના ભાષણની શરુઆતમાં કોરોના કાળમાં કોરોના વૉરિયર્સ અને શહીદ વીર જવાનોને સલામ કરીને કરી.