શોધખોળ કરો
Health Tips: રાત્રે સૂતા પહેલા દૂધ પીવુ સ્વાસ્થ્ય માટે કેટલુ ફાયદાકારક, જાણો
Health Tips: રાત્રે સૂતા પહેલા દૂધ પીવુ સ્વાસ્થ્ય માટે કેટલુ ફાયદાકારક, જાણો

પ્રતિકાત્મક તસવીર
1/6

મોટાભાગના લોકોને સૂતા પહેલા એક ગ્લાસ દૂધ પીવું ગમે છે. એવું માનવામાં આવે છે કે એક ગ્લાસ દૂધ સારી ઊંઘ અને એકંદરે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ શું રાત્રે દૂધ ફાયદાકારક છે ? આવો આ લેખ દ્વારા જાણીએ કે શું સૂતા પહેલા દૂધ પીવું યોગ્ય છે અને કયા લોકોએ તેનાથી બચવું જોઈએ.
2/6

દૂધ એ પોષક તત્વોથી ભરપૂર પીણું છે જેમાં કેલ્શિયમ, વિટામિન ડી અને કેસીન સહિત આવશ્યક વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન હોય છે. અહેવાલો કહે છે કે દૂધમાં એમિનો એસિડ ટ્રિપ્ટોફન હોય છે, જે આરામ અને ઊંઘને પ્રોત્સાહન આપી શકે છે. જો કે, કેટલાક લોકોને રાત્રે દૂધ પીવામાં તકલીફ પડી શકે છે.
3/6

આયુર્વેદ અનુસાર રાત્રે સૂતા પહેલા દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, રાત્રે દૂધ પીવાથી ઓજસ સક્રિય થાય છે, જે શરીરમાં પાચનને સંતુલિત કરે છે. જો કે બાળકો માટે સવારે દૂધ પીવું ખૂબ જ જરૂરી છે.
4/6

મોટાભાગના લોકોને રાત્રે દૂધ પીવું ગમે છે પરંતુ જો તમારે વજન ઓછું કરવું હોય તો ભૂલથી પણ દૂધ ન પીવું. કારણ કે તેનાથી ઝડપથી વજન વધી શકે છે.
5/6

સારી વાત એ છે કે દૂધ પીવાથી તમને ઘણી ગંભીર બીમારીઓથી બચાવે છે, આ જ કારણે લોકો મોટાભાગે પોતાના ડાયટમાં દૂધનો સમાવેશ કરે છે. કેટલાક લોકોને સવારે વહેલા ઊઠીને દૂધ પીવું ગમે છે તો કેટલાક લોકોને સૂતા પહેલા દૂધ પીવું ગમે છે.
6/6

જે લોકોને એલર્જી હોય અથવા જેઓ લેક્ટોઝ ઈન્ટોલરેટની સમસ્યા હોય તેમને રાત્રે દૂધ પીવામાં તકલીફ પડી શકે છે. જે લોકોને પાચન સંબંધી સમસ્યા હોય તેમણે પણ દૂધથી દૂર રહેવું જોઈએ.
Published at : 12 Apr 2024 07:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
બિઝનેસ
દુનિયા
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
