શોધખોળ કરો
અમદાવાદમાં પુરોહિત રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઈયળ નીકળી, AMC એ એકમ સીલ કર્યું
Purohit Restaurant Incident: અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી પુરોહિત રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલા ભોજનમાંથી ઈયળ નીકળવાની ઘટના સામે આવી છે.

Caterpillars in Food Ahmedabad: આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ તાત્કાલિક પગલાં લેતાં રેસ્ટોરન્ટને સીલ કરી દીધી છે.
1/5

ઘટનાની વિગતો મુજબ, ખોખરાના નગરસેવક ચેતન પરમારના જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓએ કાકરિયા પાસે આવેલી પુરોહિત રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ભોજન મંગાવ્યું હતું. જ્યારે તેમણે ભોજન ખોલ્યું, ત્યારે તેમાંથી ઈયળ નીકળી હતી.
2/5

આ અંગે જ્યારે રેસ્ટોરન્ટના સંચાલકનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે ચોમાસાનું વાતાવરણ હોવાનું કારણ આપ્યું અને કહ્યું કે, "લીલા શાકભાજીમાંથી ઈયળ આવી ગઈ હશે." સંચાલકે બીજું ટિફિન મોકલવાની વાત કરીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.
3/5

ઓર્ડર કરનાર ભાવેશ પટેલે તરત જ AMCમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી.
4/5

AMCના આરોગ્ય વિભાગે ઝડપી કાર્યવાહી કરતાં રેસ્ટોરન્ટને સીલ કરી દીધી છે.
5/5

આ ઘટનાએ શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના મુદ્દાઓ પર ફરી એકવાર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નાગરિકોએ રેસ્ટોરન્ટ્સ અને ફૂડ ડિલીવરી સેવાઓ પર વધુ કડક નિયંત્રણની માંગ કરી છે.
Published at : 29 Jul 2024 09:03 PM (IST)
આગળ જુઓ
Advertisement