શોધખોળ કરો
IMD Weather: દિલ્હી- NCRમાં કમોસમી વરસાદ બન્યો મુસીબત! IMDએ કહ્યું – હજુ રાહત નહીં મળે
Weather Update: દેશની રાજધાની દિલ્હીના લોકોને હજુ પણ ઠંડીથી રાહત મળી નથી. રવિવારે રાજધાનીમાં ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો.
કમોસમી વરસાદ
1/7

IMD તરફથી મળેલી માહિતી અનુસાર, સોમવારે પણ રાષ્ટ્રીય રાજધાનીના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે.
2/7

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં રવિવારે મહત્તમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનમાં પાંચ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે.
3/7

ઉપરાંત, લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે.
4/7

દિલ્હીમાં રવિવારે (29 જાન્યુઆરી) સાંજે 5.30 વાગ્યા સુધી 3.3 મીમી વરસાદ નોંધાયો હતો.
5/7

પંજાબ, પૂર્વ હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર મધ્યપ્રદેશના ભાગોમાં ઝરમર વરસાદ ચાલુ રહેવાની ધારણા છે.
6/7

રાજસ્થાન, ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય જમ્મુ કાશ્મીર, લદ્દાખના કેટલાક ભાગોમાં મધ્યમ હિમવર્ષા થવાની સંભાવના છે.
7/7

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના છે. આ પછી, એવી આશંકા છે કે 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી આકાશ સ્વચ્છ રહેશે.
Published at : 30 Jan 2023 09:30 AM (IST)
આગળ જુઓ
Advertisement