શોધખોળ કરો
Maharashtra Politics: એકનાથ શિંદે મુખ્યમંત્રી તો દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બન્યા, જુઓ Pics

એકનાથ શિંદે મુખ્યમંત્રી તો દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બન્યા
1/8

શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા, જ્યારે ભાજપના દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા.
2/8

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સાંજે 7.30 વાગ્યા પછી રાજભવનમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.
3/8

આ દરમિયાન એકનાથ શિંદેએ શિવસેનાના દિવંગત નેતાઓ- બાળ ઠાકરે અને આનંદ દિઘેને શ્રદ્ધાંજલિ આપી હતી.
4/8

તેમના શપથ પૂર્ણ થતાં જ તેમના સમર્થકોએ ઠાકરે અને દિઘેની પ્રશંસામાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
5/8

અગાઉ ગુરુવારે ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું હતું કે ફડણવીસ શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્રના નવા મંત્રી પરિષદનો ભાગ હશે.
6/8

આની થોડી મિનિટો પહેલાં ફડણવીસે જાહેરાત કરી હતી કે તેઓ સરકારમાં નહીં જોડાય.
7/8

તેમની ઘોષણાએ એવી અપેક્ષાઓને નકારી કાઢી કે તેઓ શિંદે જૂથના સમર્થન સાથે મુખ્ય પ્રધાન પદ પર પાછા ફરશે. સમારોહ બાદ શિંદેએ કહ્યું કે રાજ્યનો વિકાસ મારી પ્રાથમિકતા છે. હું સમાજના તમામ વર્ગને સાથે લઈ જઈશ.
8/8

તે જ સમયે, મહારાષ્ટ્રના સીએમ પદ માટે એકનાથ શિંદેના નામની જાહેરાત પછી, એનસીપી વડા શરદ પવારે તેમને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના સીએમ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન! એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ મહારાષ્ટ્રના હિતોનું રક્ષણ કરશે.
Published at : 01 Jul 2022 06:45 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
