શોધખોળ કરો
Weight Loss Tips:આ જંક ફૂડ સૌથી વધુ વધારે છે વજન, અને ઇમ્યુનિટી ઘટાડે છે.ડાયટથી ઝડપથી કરો દૂર

પ્રતીકાત્મક તસવીર
1/6

આજકાલ આપણે સમયની બચત માટે અને કુકિંગઝી ઝંઝટથી દૂર રહેવા માટે ફાસ્ટફૂડ તરફ વળ્યાં છીએ. જંકફૂડ ફટાફટ બની જાય છે પરંતુ સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. સ્વાસ્થ્ય જાળવવા માટે અને પિત્ઝા, બર્ગર, રિફાઇન્ડ અને પોસેસ્ડ ફૂડથી બચવું જોઇએ. આ તમામ જંકફૂડ વજન પણ વધારે છે.
2/6

જંકફૂડનું સેવન કરવાથી વજન વધવાની સાથે ડાયાબિટીશ, હાઇ બ્લડપ્રેશર અને લીવર તેમજ પેટ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. તેથી ફિટ રહેવા માટે પણ જંકફૂડને અવોઇડ કરવું જોઇએ.
3/6

ગરમીની સિઝનમાં લોકો કોલ્ડ ડ્રિન્ક લે છે. કોલ્ડ ડ્રિન્કથી વજન ઝડપથી વધે છે. ઉપરાંત પેક્ડ જ્યૂસ, ફ્લેવર્ડ એલોવેરા જ્યુસ, પણ આપના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.શુગર કોલ્ડ ડ્રિન્કથી ફેડી લિવરનું જોખમ વધે છે અને ઇન્સુલિન રેજિસ્ટેન્સની સમસ્યા પણ વધે છે.
4/6

સફેદ બ્રેડમાં મેંદો અને શુગરનું પ્રમાણ હોવાથી તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. સફેદ બ્રેડ ખાવાથી વજન વધે છે. વ્હાઇટ બ્રેડથી 40 ટકા વજનનું જોખમ વધી જાય છે. સફેદ બ્રેડની જગ્યાએ બ્રાઉન બ્રેડ લઇ શકો
5/6

ચિપ્સ અને ફરસાણ બધા જ ઘરમાં હોય છે. જો કે બંને વસ્તુ વજન વધારે છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે. આ ફૂડના સેવનથી અનેક ગણી સમસ્યા થાય છે. ફ્રેચ ફાઇઝ ચિપ્સથી વધ વધાવાની સાથે કેન્સર જેવી ઘાતક બીમારીનું જોખમ રહે છે.
6/6

ચોકલેટ અને આઇસ્ક્રિમ પણ સ્વાસ્થ્ય માટે હિતકારી નથી. તેમાં શુગર, કેલેરી વધુ હોય છે. તેથી આ ફૂડથી વજન વધે છે. બ્લડ પ્રેશર અને ડાયાબિટીશ જેવી બીમારીનું જોખમ વધી જાય છે. બજાર કરતા ઘરે બનાવેલી આઇસક્રિમ લઇ શકાય. કેક, કુકીઝ, પેસ્ટ્રીને પણ અવોઇડ કરો. જો મીઠુ ખાવાનું મન થાય તો ડાર્ક ચોકલેટ લઇ શકાય છે.
Published at : 24 May 2021 03:12 PM (IST)
આગળ જુઓ
Advertisement