શોધખોળ કરો
PHOTOS: કોણ છે જેલેના જોકોવિચ ? જેના પર 10માં ધોરણમાં જ ફિદા થઇ ગયો હતો નોવાક જોકેવિચ
સર્બિયાના સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચની લવ સ્ટૉરી કોઇ ફિલ્મી કહાણીથી કમ નથી.

ફાઇલ તસવીર
1/6

Novak Djokovic Love Story: નોવાક જોકોવિચ દુનિયાનો દિગ્ગજ ટેનિસ સ્ટાર ખેલાડી છે, તે અત્યાર સુધી 22 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂક્યો છે. જાણો નોવાક જોકોવિચની લવ સ્ટૉરી વિશે....
2/6

સર્બિયાના સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચની લવ સ્ટૉરી કોઇ ફિલ્મી કહાણીથી કમ નથી. તેને કેટલાય વર્ષો સુધી જેલેના જોકોવિચને ડેટ કર્યુ અને બાદમાં બન્ને લગ્ન સુધી પહોંચ્યા હતા.
3/6

નોવાક જોકોવિચને જેલેના સાથે તે સમયે પ્રેમ થઇ ગયો, જ્યારે તે દસમા ધોરણમાં ભણતી હતી, આ બન્ને સર્બિયાની એક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. નોવાક જોકોવિચ અને જેલેના પોતાની સ્કૂલમાં સાથે ટેનિસ રમતા હતા.
4/6

નોવાક જોકોવિચ પોતાની ટેનિસ કેરિયરની શરૂઆત કરી રહ્યો હતો, પરંતુ જેલેના વિદેશમાં અભ્યાસ કરવા માંગતી હતી, જે પછી તે મિલાન ચાલી ગઇ, જ્યાં તેને આગળનો અભ્યાસ પુરો કર્યો.
5/6

નોવાક જોકોવિચે જેલેનાને 8 વર્ષ સુધી ડેટ કર્યુ હતુ, તે પછી વર્ષ 2014 માં તેને મૉન્ટો કાર્લોમાં જેલેના સાથે લગ્ન કરી લીધા હતા. ટેનિસ મેચ દરમિયાન જેલેનાને હંમેશા નોવાક જોકોવિચની સાથે જોવામાં આવી શકે છે. આ વર્ષે જાન્યુઆરીમાં જ્યારે નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો તો જેલેના તેની સાથે જ હતી.
6/6

જેલેના જોકોવિચ સામાજિક કાર્યકર્તા છે, અને તે સર્બિયામાં વંચિત બાળકોના જીવન સ્તરને સુધારવા માટે કામ કરી રહી છે. આ ઉપરાંત તેના બે બાળકો પણ છે. તે સપ્ટેમ્બર 2017 માં પહેલીવાર માં બની હતી.
Published at : 03 Mar 2023 01:12 PM (IST)
આગળ જુઓ
Advertisement