શોધખોળ કરો
IND vs ENG, T20 Tickets: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી પ્રથમ ટી-20ની કેટલી ટિકિટ વેચાઈ ?
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
1/4

અમદાવાદઃ ટેસ્ટ સીરીઝમાં ઇંગ્લેન્ડને ધૂળ ચટાડ્યા બાદ હવે ટીમ ઇન્ડિયા ટી20 સીરિઝમાં ધૂમ મચાવાવની તૈયારી કરી રહી છે. આવતીકાલથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ રમાશે. ભારત જ્યાં પોતાની જીતનો ક્રમ આગળ વધારવા સાથે રમશે તો ઇંગ્લેન્ડની નજર ટેસ્ટ સીરિઝમાં મળેલ હારનો બદલો લેવાની હશે.
2/4

ટી20 સીરિઝમાં દર્શકોને પૂરી ક્ષમતા સાથે સ્ટેડિયમમાં જવાની મંજૂરી મળી છે. પ્રથમ ટી20માં મોટી સંખ્યામાં દર્શકો આવી શકે છે. આ મેચની ટીકિટ Bookmyshow વેબસાઈટ અને એપથી ખરીદી શકાય છે. ટિકિટની કિંમત 500થી 10 હજાર રૂપિયાની વચ્ચે છે.
3/4

બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ પ્રમાણે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધિકારીએ કહ્યું, ટેસ્ટ મેચમાં પણ મોટી સંખ્યામાં દર્શકો આવ્યા હોવાથી ટી-20માં પણ ક્રિકેટરસિયા મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી અમને આશા છે. અમે 40 હજારથી વધુ ટિકિટ વેચી શકીએ છીએ. પ્રથમ ટી-20માં સ્ટેડિયમ દર્શકોની ખીચોખીચ ભરાઈ જાય તેવી આશા છે.
4/4

ભારતીય સમય મુજબ સાંજે 7 કલાકે મેચ શરૂ થશે. 6.30 કલાકે ટોસ થશે. ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. જ્યારે ઓનલાઈન સ્ટ્રીમિગ હોટસ્ટાર નેટવર્કથી જોઈ શકાશે. જે લોકોના ઘરે ચેનલ ન હોય તેઓ દૂરદર્શન પરથી ફ્રીમાં મેચ નીહાળી શકશે.
Published at : 11 Mar 2021 11:47 AM (IST)
આગળ જુઓ
Advertisement





















