શોધખોળ કરો
કોણ છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની આ સુંદર પત્ની, જે WPLમાં મચાવી રહી છે તરખાટ
વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં દેશ-વિદેશની મહિલા ક્રિકેટરો ધૂમ મચાવી રહી છે. લીગમાં કુલ પાંચ ટીમો રમી રહી છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં દેશ-વિદેશની મહિલા ક્રિકેટરો ધૂમ મચાવી રહી છે. લીગમાં કુલ પાંચ ટીમો રમી રહી છે. આ પાંચમાંથી ત્રણ ટીમોના કેપ્ટન ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ છે.
2/8

આવી જ એક કેપ્ટન એલિસા હીલી છે જે લીગમાં યુપી વોરિયર્સની કેપ્ટન છે. એલિસા તેની સુંદરતાની સાથે સાથે WPLમાં તેની રમતને લઈને પણ ચર્ચામાં છે.
3/8

એલિસા હીલી ઓસ્ટ્રેલિયાના પુરૂષ ક્રિકેટર મિચેલ સ્ટાર્કની પત્ની છે. બંનેએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. એલિસા અને મિચેલ સ્ટાર્ક બંને અનુભવી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે.
4/8

એલિસા ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરે છે અને તેના નેતૃત્વમાં ટીમને મોટી સફળતા અપાવી છે.
5/8

એલિસા હીલી 6 વખત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમનો ભાગ રહી ચૂકી છે. આ દરમિયાન તેણે ઘણી વખત ટીમની કેપ્ટનશીપ પણ સંભાળી છે.
6/8

આ સિવાય હીલી 2 વખત વન-ડે વર્લ્ડકપ વિજેતા ટીમનો સભ્ય પણ રહી ચૂકી છે. ક્રિકેટ સિવાય એલિસા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
7/8

તેણે સ્ટાર્ક સાથેના વેકેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે
8/8

મિચેલ સ્ટાર્ક પણ ભારતના પ્રવાસ પર છે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં તે મુખ્ય ઝડપી બોલર હતો.
Published at : 15 Mar 2023 02:41 PM (IST)
આગળ જુઓ
Advertisement




















