શોધખોળ કરો
WTC Stats: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ 2023માં અત્યાર સુધી કુલ સાત બૉલરોએ ઝડપી છે 50+ વિકેટો, ટૉપ પર છે નાથન લિયૉન
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ 2021-23માં અત્યાર સુધી વિકેટ લેવાના મામલામાં ઓસ્ટ્રેલિયન સ્પીનર નાથન લિયૉન ટૉપ પર ચાલી રહ્યો છે.

ફાઇલ તસવીર
1/8

WTC Top Bowlers: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ 2021-23માં હવે માત્ર બે જ મેચો રમાવવાની બાકી રહી ગઇ છે. અત્યાર સુધી આ ચેમ્પીયનશીપમાં બૉલિંગના મામલામાં ઓસ્ટ્રેલિયન અને ઇંગ્લેન્ડના બૉલરોનો દબદબો રહ્યો છે.
2/8

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ 2021-23માં અત્યાર સુધી વિકેટ લેવાના મામલામાં ઓસ્ટ્રેલિયન સ્પીનર નાથન લિયૉન ટૉપ પર ચાલી રહ્યો છે. તેને 19 મેચોમાં 83 વિકેટો ઝડપી છે. નાથન લિયૉને આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં 26.97ની બૉલિંગ એવરેજથી બૉલિંગ કરી છે.
3/8

WTC 2021-23માં બીજા નંબર પર સૌથી વધુ વિકેટો લેવારો બૉલર કગિસો રબાડા છે. આ પ્રૉટિયાઝ બૉલરે 13 મેચોમાં 21.05 ની બૉલિંગ એવરેજથી 67 વિકેટો ઝડપી છે.
4/8

આ લિસ્ટમાં ત્રીજા નંબર પર આર. અશ્વિન છે. અશ્વિને 13 WTC મેચોમાં 19.67 ની લાજવાબ બૉલિંગ એવરેજથી 61 વિકેટો ઝડપી છે.
5/8

ઇંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બૉલર જેમ્સ એન્ડરસન અહીં ચોથા નંબર પર છે. એન્ડરસને 15 મેચોમાં 58 વિકેટો ઝડપી છે. આ દરમિયાન તેની બૉલિંગ એવરેજ 20.37 ની રહી છે.
6/8

ઇંગ્લેન્ડનો વધુ એક ફાસ્ટ બૉલર અહીં ટૉપ-5માં સામેલ છે. ઓલી રૉબિન્સને 13 મેચોમાં 20.75 ની બૉલિંગ એવરેજથી 53 વિકેટો ઝડપી છે.
7/8

ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને ફાસ્ટ બૉલર પેટ કમિન્સ પણ WTC 2021-23માં 53 વિકેટો ઝડપી ચૂક્યો છે. કમિન્સે 15 મેચોમાં 21.22 ની અવેરજથી બૉલિંગ કરતાં આ વિકેટો હાંસલ કરી છે.
8/8

ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કે પણ આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં 50+ વિકેટો ઝડપી છે. તેને 16 મેચોમાં 27.27ની બૉલિંગ એવરેજથી 51 વિકેટો ઝડપી છે.
Published at : 15 Mar 2023 04:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
