શોધખોળ કરો
Photos: IPL 2023 પહેલા વનિન્દુ હસરંગાએ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા, જુઓ તસવીરો
Wanindu Hasaranga: શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર વનિન્દુ હસરંગાએ IPL પહેલા તેની ગર્લફ્રેન્ડ વિન્દ્યા સાથે લગ્ન કરી લીધા છે. તેના લગ્નની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આઈપીએલ
1/5

શ્રીલંકન ક્રિકેટ ટીમના મિસ્ટ્રી સ્પિનર અને ઓલરાઉન્ડર વનિન્દુ હસરંગા હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે તેની ગર્લફ્રેન્ડ વિન્દ્યા સાથે લગ્ન કર્યા છે.
2/5

હસરંગાએ પોતાના લગ્ન માટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાંથી રજા પણ લીધી છે. આ કારણે તે ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝમાં જોવા મળ્યો ન હતો.
3/5

હસરંગાના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલા ફોટામાં હસરંગા અને તેની પત્ની ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. હસરંગાના લગ્નની તસવીર પણ ફેન્સને પસંદ આવી રહી છે.
4/5

વનિન્દુ હસરંગાએ 9મી માર્ચે તેની ગર્લફ્રેન્ડ વિન્દ્યા પદ્મપેરુમા સાથે સાત ફેરા લીધા હતા. લગ્નની વાયરલ થઈ રહેલી તસવીરોમાં હસરંગા સફેદ કલરના શૂટમાં જોવા મળી રહી છે. જ્યારે તેની પત્ની સફેદ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/5

હસરંગા આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. ગત સિઝનમાં તેણે ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમને આ વખતે પણ હસરંગા પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા છે.
Published at : 10 Mar 2023 02:50 PM (IST)
આગળ જુઓ
Advertisement