શોધખોળ કરો
IPL 2022: લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડીઓ પ્લેઓફ માટે સખત પરસેવો પાડી રહ્યા છે, તસવીરોમાં જુઓ કેવી તૈયારીઓ ચાલી રહી છે

લખનૌ સુપર જાયન્ટ્સ
1/6

KL રાહુલની કેપ્ટનશીપવાળી ટીમ લખનૌ સુપર જાયન્ટ્સે IPL 2022માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. લીગ મેચ સમાપ્ત થયા પછી, ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહી અને પ્લેઓફ માટે પણ ક્વોલિફાય થઈ ગઈ. લખનૌએ આ સિઝનમાં રમાયેલી 14માંથી 9 મેચ જીતી હતી. લખનૌ હવે પ્લેઓફમાં એલિમિનેટર માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. આ મેચ 25 મેના રોજ રમાશે.
2/6

લખનૌના ખેલાડીઓએ પ્લેઓફ માટે તૈયારી શરૂ કરી દીધી છે. IPL 2022 ની એલિમિનેટર મેચ ઈડન ગાર્ડન્સ, કોલકાતા ખાતે રમાશે. આ મેચ પહેલા રાહુલની આગેવાની હેઠળની ટીમના ખેલાડીઓ ખૂબ પરસેવો પાડી રહ્યા છે.
3/6

રાહુલે પણ આ સિઝનમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે અત્યારે બીજા નંબર પર છે. રાહુલે 14 લીગ મેચમાં 537 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 3 અડધી સદી ફટકારી હતી. તેની સાથે ટીમના અન્ય ખેલાડીઓએ પણ સારું પ્રદર્શન કર્યું હતું.
4/6

ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી જેસન હોલ્ડર બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. પરંતુ તેણે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. હોલ્ડરે આ સિઝનની 12 મેચમાં 14 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 31 રનમાં 3 વિકેટ ઝડપી રહ્યું હતું.
5/6

લખનૌના ખેલાડીઓએ આ સિઝનમાં એકંદરે સારું પ્રદર્શન કર્યું હતું. ટીમના બેટ્સમેનોની સાથે બોલરો પણ ચાલ્યા.
6/6

લખનૌ તરફથી સૌથી વધુ વિકેટ લેવાના મામલે અવેશ ખાન ટોપ પર રહ્યો હતો. તેણે આ સિઝનની 12 મેચમાં 17 વિકેટ લીધી હતી. અવશે આ સિઝનમાં પોતાના ખતરનાક પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા. આ સિઝનમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 4 વિકેટ સાથે 24 રનનું રહ્યું હતું.
Published at : 23 May 2022 06:52 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગાંધીનગર
અમદાવાદ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
