શોધખોળ કરો
Photos: આ ચાર ટીમોનું IPLના પ્લે ઓફમાં રમવાનું લગભગ નક્કી, જુઓ તમામ ટીમોનું સમીકરણ
IPL 2024: પંજાબ કિંગ્સની ચેન્નઈ સુપર કિંગ્સ સામેની જીત બાદ પ્લેઓફની રેસ ઘણી રસપ્રદ બની ગઈ છે. જો કે પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ હજુ પણ ટોપ પર છે.

ફોટોઃ ટ્વિટર
1/6

IPL 2024: પંજાબ કિંગ્સની ચેન્નઈ સુપર કિંગ્સ સામેની જીત બાદ પ્લેઓફની રેસ ઘણી રસપ્રદ બની ગઈ છે. જો કે પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ હજુ પણ ટોપ પર છે.
2/6

સંજુ સેમસનની કેપ્ટનશીપ હેઠળની રાજસ્થાન રોયલ્સ 9 મેચમાં 16 પોઈન્ટ સાથે ટોચ પર છે. જો કે પ્લેઓફની રેસમાં રાજસ્થાન રોયલ્સ સૌથી આગળ છે. આ ટીમ પ્લેઓફમાં રમશે તે લગભગ નિશ્ચિત છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
3/6

કોલકાતા નાઈટ રાઈડર્સ 9 મેચમાં 12 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. અત્યાર સુધીમાં KKR 6 મેચ જીતી ચૂક્યું છે. જ્યારે શ્રેયસ અય્યરની ટીમને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેમજ લખનઉ સુપર જાયન્ટ્સના 10 મેચમાં 12 પોઈન્ટ છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
4/6

આ પછી પોઈન્ટ ટેબલ ખૂબ જ રસપ્રદ છે. વાસ્તવમાં ચોથા સ્થાને રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ, પાંચમા સ્થાને આવેલી સનરાઈઝર્સ હૈદરાબાદ અને છઠ્ઠા સ્થાને રહેલી દિલ્હી કેપિટલ્સ પાસે 10-10 પોઈન્ટ છે. જોકે, સારા નેટ રન રેટને કારણે ચેન્નઈ સુપર કિંગ્સ ચોથા સ્થાને યથાવત છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
5/6

સાતમા ક્રમની પંજાબ કિંગ્સ અને આઠમા ક્રમની ગુજરાત ટાઈટન્સના 8-8 પોઈન્ટ છે. આ પછી હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ 10 મેચમાં 6 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 10 મેચમાં 6 પોઈન્ટ સાથે દસમા સ્થાને છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
6/6

જો કે વર્તમાન પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો રાજસ્થાન રોયલ્સ પ્લેઓફ રમશે તે લગભગ નિશ્ચિત છે. આ સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ પ્રબળ દાવેદાર છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Published at : 02 May 2024 07:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
બિઝનેસ
દુનિયા
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
