IND vs PAK Hockey Semi Final: ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું, બ્રોન્ઝ મેડલ પર કર્યો કબજો
ઢાંકામાં રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને 4-3થી હાર આપી હતી. આ મેચમાં ભારતે શરૂઆતથી જ આક્રમક રમત રમી હતી
Hockey, Asian Champions Trophy India won Bronze Medal: ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. ઢાંકામાં રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને 4-3થી હાર આપી હતી. આ મેચમાં ભારતે શરૂઆતથી જ આક્રમક રમત રમી હતી અને પ્રથમ ક્વાર્ટર ખત્મ થવા સુધીમાં એક ગોલ કરી દીધો હતો.
જોકે પાકિસ્તાને પણ આ ક્વાર્ટરમાં એક ગોલ કરીને એક-એકની બરોબરી કરી લીધી છે. ત્યારબાદ પાકિસ્તાને ફરીથી એક ગોલ કર્યો અને લીડ મેળવી લીધી હતી. જેના જવાબમાં ભારતે થોડા સમયના અંતરે બે ગોલ કરી લીધા હતા. ટીમ ઇન્ડિયાએ 4-2ની લીડ મેળવી લીધી હતી. બાદમાં પાકિસ્તાને વધુ એક હોલ કરીને પોતાના ખાતામાં કુલ ત્રણ ગોલ જોડ્યા હતા. જોકે, મેચ ટાઇમ ખત્મ થવા સુધીમાં તે ત્રણ જ ગોલ કરી શકી હતી. જોકે. તેને હારનો સામનો કરવો પડ્યો છે.
ટીમ ઇન્ડિયા તરફથી હરમનપ્રીત સિંહ, સુમિત, વરુણ અને આકાશદીપે એક-એક ગોલ કર્યો હતો. જ્યારે પાકિસ્તાન માટે અફરાજ, અબ્દુલ રાણા, નદીમે એક-એક ગોલ કર્યા હતા. ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
આ અગાઉ જાપાન વિરુદ્ધ ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ હારનો ટીમ ઇન્ડિયા પર કોઇ નકારાત્મક અસર થઇ નહી અને તેણે પાકિસ્તાન પર શાનદાર જીત હાંસલ કરી હતી. આ ટુનામેન્ટમાં ભારતે પાકિસ્તાનને બીજી વખત હરાવ્યું છે.