કોઈપણ શ્રેણીની ફાઇનલમાં બાંગ્લાદેશનો રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે. તે આજ સુધી એકપણ ફાઇનલ મેચ જીતી શક્યું નથી. બાંગ્લાદેશે અત્યાર સુધી પાંચ ફાઇનલ ગુમાવી છે.
2/3
બાંગ્લાદેશનો ઓપનર લિટ્ટન દાસ હિન્દુ ખેલાડી છે અને તે માતા દુર્ગાનો મોટો ભક્ત છે. 3 વર્ષ પહેલા 2015માં લિટ્ટન દાસ મા દુર્ગાના ફોટાના કારણે વિવાદમાં આવ્યો હતો. દુર્ગા પૂજાના સમયે લિટ્ટન દાસે પોતાના ફેસબુક એકાઉન્ટ પર મા દુર્ગાનો ફોટો પોસ્ટ કર્યો હતો જેને લઈને વિવાદ થયો હતો. બાંગ્લાદેશના ઘણા લોકો તેની સાથે પણ રહ્યા હતા. લિટ્ટન દાસે કહ્યું હતું કે હું એક બાંગ્લાદેશી પ્રથમ છું અને ધર્મ અમને અલગ કરી શકે નહીં.
3/3
નવી દિલ્હીઃ એશિયા કપની ફાઈનલમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બાંગ્લાદેશને બેટિંગ આપવાનો નિર્ણય કર્યો, પરંતુ ટીમ ઇન્ડિયાના કેપ્ટનનો આ નિર્ણય ખોટો સાબિત થયો. બાંગ્લાદેંશના ઓપનર લિટ્ટન દાસ અને મેહદી હસને શાનદાર બેટિંગ કરી હતી. ખાસ કરીને લિટ્ટન દાસે શાનદાર બેટિંગ કરતાં માત્ર 33 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. આ લિટ્ટન દાસના વનડે કારકિર્દીની પ્રથમ હાફ સેન્ચુરી હતી.