શોધખોળ કરો

Cricket: તોફાની બેટિંગ, હરિયાણાના બેટ્સમેને 426 ફટકાર્યા, 46 ચોગ્ગા-12 છગ્ગા સાથે રચ્યો ઇતિહાસ

CK Nayudu Trophy 2024: અર્શ યશવર્ધન સાથે હરિયાણા માટે ઓપનિંગ કરવા આવ્યો હતો. તેણે 311 બોલનો સામનો કર્યો અને 151 રન બનાવ્યા હતા

CK Nayudu Trophy 2024: ક્રિકેટમાં રેકોર્ડ બનતા અને તૂટતા રહે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે સ્થાનિક ક્રિકેટમાં પણ આ જોવા મળે છે. હરિયાણા અને મુંબઈ વચ્ચે રમાયેલી મેચમાં પણ આવું જ પરાક્રમ થયું છે. હરિયાણાના દમદાર ખેલાડી યશવર્ધન દલાલે ઈતિહાસ રચ્યો છે. તેણે અંડર-23 સીકે ​​નાયડુ ટ્રૉફીની આ મેચમાં 400થી વધુ રન બનાવ્યા હતા. તેણે 46 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગના કારણે યશવર્ધન ટૂર્નામેન્ટમાં છવાઇ ગયો છે. 

હરિયાણા અને મુંબઈ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસની રમતના અંત સુધીમાં હરિયાણાએ 8 વિકેટ ગુમાવીને 732 રન બનાવી લીધા હતા. આ દરમિયાન યશવર્ધન ટીમ માટે ઓપનિંગમાં બેટિંગ કરવા આવ્યો હતો. બીજા દિવસ સુધી તેણે 463 બોલનો સામનો કર્યો અને અણનમ 426 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 46 ચોગ્ગા અને 12 છગ્ગા સામેલ છે. યશવર્ધનની સ્ટ્રાઈક રેટ 92.01 રહી હતી. 

અર્શ રંગા અને યશવર્ધનની 400 થી વધુ રનોની ભાગીદારી 
અર્શ યશવર્ધન સાથે હરિયાણા માટે ઓપનિંગ કરવા આવ્યો હતો. તેણે 311 બોલનો સામનો કર્યો અને 151 રન બનાવ્યા હતા. અર્શની આ ઇનિંગમાં 18 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આ દરમિયાન બંને વચ્ચે 410 રનની ભાગીદારી થઈ હતી. અર્શે આ ભાગીદારીમાં 151 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે યશવર્ધને 243 રનનું યોગદાન આપ્યું હતું.

હરિયાણાએ પહેલી ઇનિંગમાં બનાવ્યા 700 થી વધુ રન 
હરિયાણાએ મુંબઈની મુશ્કેલીઓ વધારી છે. બીજા દિવસની રમતના અંતે તેણે 8 વિકેટ ગુમાવીને 732 રન બનાવી લીધા હતા. આ દરમિયાન અર્શ અને યશવર્ધનની સાથે સાથી ખેલાડીઓએ પણ યોગદાન આપ્યું હતું. કેપ્ટન સર્વેશ રોહિલાએ 59 બોલનો સામનો કરીને 48 રન બનાવ્યા હતા. પર્થ વત્સ 24 રન બનાવીને આઉટ થયો હતો. પર્થ નાગીલે 5 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે મુંબઈ તરફથી અથર્વ ભોસલેએ 5 વિકેટ લીધી હતી. તેણે 58 ઓવરમાં 135 રન આપ્યા હતા.

આ પણ વાંચો

IND vs SA 2nd T20: ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ, જાણો ક્યાં ફ્રીમાં મેચ જોવા મળશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
Embed widget