Cricket Schedule: 2025 માં ખુબ ક્રિકેટ રમશે ટીમ ઇન્ડિયા, ફૂલ પેક છે શિડ્યૂલ, ઓસ્ટ્રેલિયા સામે જ બે વાર ટકરાશે
Indian Cricket Team 2025 Full Schedule: IPL 2025 માર્ચમાં શરૂ થશે, જ્યારે તેની ફાઇનલ મેમાં રમાશે. IPL બાદ ટીમ ઈન્ડિયા તરત જ ઈંગ્લેન્ડ જશે
Indian Cricket Team 2025 Full Schedule: વર્ષ 2024 ભારતીય ક્રિકેટ ટીમ માટે કંઈ ખાસ રહ્યું નથી. ટીમ ઈન્ડિયા ભલે T20 વર્લ્ડ ચેમ્પિયન બની હોય પરંતુ ટીમને ઘણી વખત શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. હવે આવતા વર્ષે ટીમ ઈન્ડિયા જૂની યાદોને ભૂલીને નવો ઈતિહાસ લખવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયાએ 2025માં બે મોટી ટૂર્નામેન્ટ પણ રમવાની છે.
ટીમ ઈન્ડિયા 2025ની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટથી કરશે. આ પછી ભારતે ઈંગ્લેન્ડ સામે 3 ODI અને 5 T20 મેચ રમવાની છે. ત્યારે ICC ચેમ્પિયન્સ ટ્રૉફી પણ ફેબ્રુઆરીમાં રમાવાની છે. ગત ચેમ્પિયન ટ્રૉફીની ફાઇનલમાં ભારતને પાકિસ્તાને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં આ વખતે ટીમ ઇન્ડિયા ચોક્કસપણે આ ટૂર્નામેન્ટ જીતવા માંગશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન 2025ની ચેમ્પિયન્સ ટ્રૉફી પછી રમાશે. IPL 2025 માર્ચમાં શરૂ થશે, જ્યારે તેની ફાઇનલ મેમાં રમાશે. IPL બાદ ટીમ ઈન્ડિયા તરત જ ઈંગ્લેન્ડ જશે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમશે. ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ જૂનથી ઓગસ્ટ સુધી ચાલશે.
આ પછી સપ્ટેમ્બરમાં એશિયા કપનું આયોજન કરવામાં આવશે. 2025 એશિયા કપ T20 ફૉર્મેટમાં રમાશે, જે ભારતમાં યોજાશે. ત્યારબાદ ઓક્ટોબરમાં ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે. આ પછી ભારતે ઑક્ટોબરથી નવેમ્બર વચ્ચે ઑસ્ટ્રેલિયા સાથે 3 ODI અને 5 T20 રમવાની છે.
દક્ષિણ આફ્રિકાની ટીમ નવેમ્બરમાં જ ભારત આવશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે નવેમ્બરથી ડિસેમ્બર વચ્ચે બે ટેસ્ટ, 3 વનડે અને પાંચ ટી-20 મેચ રમાશે. એકંદરે ટીમ ઈન્ડિયા 2025માં ખૂબ જ વ્યસ્ત રહેવાની છે.
જાણો 2025 માં ક્યારે કોની સામે ટકરાશે ટીમ ઇન્ડિયા -
જાન્યુઆરીમાં - ઓસ્ટ્રેલિયા સામે એક ટેસ્ટ (પાંચમી)
જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં - ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે 3 ODI અને પાંચ T20 ઈન્ટરનેશનલ
ફેબ્રુઆરી-માર્ચમાં 2025 ચેમ્પિયન્સ ટ્રૉફી
માર્ચથી મે- IPL 2025
જૂનથી ઓગસ્ટ સુધી - ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચ
ઓગસ્ટમાં - બાંગ્લાદેશમાં ત્રણ વનડે અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય
સપ્ટેમ્બર-2025માં ઘરઆંગણે T20 ફોર્મેટમાં એશિયા કપ
ઓક્ટોબરમાં - વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે બે ટેસ્ટ
ઑક્ટોબર અને નવેમ્બરમાં - ઑસ્ટ્રેલિયામાં ત્રણ ODI અને પાંચ T20 ઇન્ટરનેશનલ
નવેમ્બર-ડિસેમ્બરમાં - ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20 આંતરરાષ્ટ્રીય મેચ
આ પણ વાંચો
ક્રિકેટના મેદાન પર વધુ એક ભારતીય ક્રિકેટરનું મોત, છગ્ગો ફટકાર્યા બાદ તરત જ ઢળી પડ્યો, સેકન્ડોમાં ડેથ