T20 WC 2022ની કઇ સિક્સરને ICCએ ટી20 ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ શૉટ, જાણો કોણે કોની સામે ફટકાર્યો હતો ?
ટી20 વર્લ્ડકપમાં એક એવો શૉટ જોવા મળ્યો હતો, જેને હવે આઇસીસીએ ટી20 ક્રિકેટનો સૌથી શાનદાર અને સર્વશ્રેષ્ઠ સિક્સર શૉટ જાહેર કર્યો છે
Virat Kohli six to Haris Rauf: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 પુરો થઇ ચૂક્યો છે, અને હવે ટી20 ક્રિકેટને નવુ ચેમ્પીયન પણ મળી ગયુ છે. ઇંગ્લેન્ડે પાકિસ્તાનને ફાઇનલમાં હરાવીને ટ્રૉફી પોતાના નામે કરી લીધી છે. પરંતુ આમ છતાં ટી20 વર્લ્ડકપમાં કેટલીય યાદો એવી છે જેને ફેન્સ અને આઇસીસી પણ નથી ભૂલી શકતુ.
તાજેતરમાં જ ટી20 વર્લ્ડકપમાં એક એવો શૉટ જોવા મળ્યો હતો, જેને હવે આઇસીસીએ ટી20 ક્રિકેટનો સૌથી શાનદાર અને સર્વશ્રેષ્ઠ સિક્સર શૉટ જાહેર કર્યો છે. ખરેખરમાં ભારતીય ટીમને ભલે આ ટૂર્નામેન્ટમાં ટ્રૉફી ના મળી પરંતુ દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીનું ફોર્મ રાહતની વાત બની, કેમ કે લાંબા સમય બાદ વિરાટ કોહલીએ ફોર્મમાં વાપસી કરી છે. પહેલા એશિયા કપ અને બાદમાં ટી20 વર્લ્ડકપ 2022માં વિરાટ કોહલીને ફરી એકવાર જલવો જોવા મળ્યો હતો.
આઇસીસીએ વિરાટ કોહલીના જ એક શૉટને ટી20 ફોર્મેટના સર્વશ્રેષ્ઠ શૉટ કરીકે દર્જો આપ્યો છે, આ શૉટ કોહલીએ પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં જ ફટાકર્યો હતો. જાણો આ શૉટ વિશે...
હેરિસ રાઉફની કોહલીએ ફટકાર્યો હતો છગ્ગો -
પાકિસ્તાન વિરુદ્ધ ભારતે શરૂઆતની પહેલી જ મેચ રમી હતી, આ મેચમાં પાકિસ્તાનની હાર થઇ હતી અને ભારતીય ટીમ ફરી એકવાર વર્લ્ડકપમાં જીતી હતી. આ મેચમાં કોહલીએ હાર્દિક પંડ્યાની સાથે મળીને શાનદાર મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.
જ્યારે ભારતીય ટીમને અંતમાં 28 રન બનાવવાના હતા ત્યારે એવુ લાગી રહ્યું હતુ કે આ મેચ ભારતીય હારી જશે, પરંતુ કોહલીની બેટિંગે તમામ સમીકરણો બદલી નાંખ્યા હતા. તે સમયે જ કોહલીએ હેરિસ રાઉફના બૉલ પર તેના માથાના ઉપરથી આક્રમક અંદાજમાં એકદમ સીધો શૉટ ફટકાર્યો, અને બૉલ છગ્ગા માટે પહોંચી ગયો હતો.
આઇસીસીએ આ શૉટ અંગે શું કહ્યું ?
આઇસીસી અનુસાર, કોહલીએ જે શૉટ ફટકાર્યો હતો તે પરિસ્થિતિઓના હિસાબે કોઇપણ બેટ્સમેન માટે અસંભવ હતો, આઇસીસીએ કોઇપણ જાતની ચર્ચા વિના કોહલીના આ શૉટને ટી20 ક્રિકેટનો સૌથી બેસ્ટ શૉટ માની ચૂકી છે. ફાસ્ટ બૉલર હેરિસ રાઉફની ફૂલ લેન્થ બૉલ પર સ્ટ્રેટ છગ્ગો મારવો ખરેખરમાં કાબિલેતારીફ છે.
ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપ 2022માં વિરાટ કોહલીએ ધમાલ મચાવી
આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 ટૂર્નામેન્ટની વાત કરીએ તો, બેટિંગ માટે આ વખતે વિરાટ કોહલીએ ધમાલ મચાવી છે. વિરાટે ટી20 વર્લ્ડકપમાં 6 ઇનિંગ રમી છે, જેમાં 98.66ની ટિંગ એવરેજથી 296 રન બનાવ્યા છે, જે આ વર્લ્ડકપમાં કોઇપણ વ્યક્તિગત રીતે હાઇએસ્ટ સ્કૉર છે.
Virat Kohli 4000 Runs T20: કોહલીએ બનાવ્યો વિરાટ રેકોર્ડ, ટી20માં આ મામલે બન્યો નંબર 1 બેટ્સમેન
T20માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી
વિરાટ કોહલી, ભારત, 4008 રન
રોહિત શર્મા, ભારત, 3853 રન
માર્ટિન ગપ્ટિલ, ન્યુઝિલેન્ડ, 3531 રન
બાબર આઝમ, પાકિસ્તાન, 3323 રન
પોલ સ્ટર્લિંગ, આયર્લેન્ડ, 3181 રન
એરોન ફિંચ, ઓસ્ટ્રેલિયા, 3120 રન
ડેવિડ વોર્નર, ઓસ્ટ્રેલિયા, 2894 રન
વિરાટ કોહલીનો ટી20 વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં દેખાવ
72 * રન vs સાઉથ આફ્રિકા, મિરપુર, 2014
89 * રન vs વેસ્ટ ઈન્ડિઝ, 2016
50 રન vs ઈંગ્લેન્ડ, એડિલેડ, 2022