શોધખોળ કરો

IND vs AFG: આજની ભારત-અફઘાનિસ્તાન મેચ વરસાદમાં ધોવાશે ? મેચ પહેલા જાણો હવામાન અને પીચ રિપોર્ટ

IND vs AFG Weather: ટી20 વર્લ્ડકપ 2024માં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર થશે. સુપર-8માં બંને ટીમો આમને સામને ટકરાશે

IND vs AFG Weather: ટી20 વર્લ્ડકપ 2024માં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર થશે. સુપર-8માં બંને ટીમો આમને સામને ટકરાશે. બાર્બાડોસમાં રમાનારી આ મેચમાં જીત મેળવીને ભારત સેમીફાઈનલ માટેનો પોતાનો દાવો મજબૂત કરવા ઈચ્છશે. રોહિત શર્માની સેના ગૃપ સ્ટેજમાં ત્રણ મેચ જીત્યા બાદ અહીં આવી છે જ્યારે એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. વળી, અફઘાનિસ્તાનને તેની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતે જીતી ટી20 સીરીઝ 
ભારતીય ટીમે આ વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાનને 3 મેચની T20 સીરીઝમાં હરાવ્યું હતું. ભારતે રાશિદ ખાનની ટીમ સામે 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. સીરીઝની છેલ્લી મેચ ડબલ સુપર ઓવરમાં રમાઈ હતી, જે ટીમ ઈન્ડિયાએ જીતી હતી. તે મુજબ રોહિત શર્માની ટીમ અફઘાનિસ્તાન સામે સતત ચોથી મેચ જીતવા જશે. સુપર-8ની આ મહત્વપૂર્ણ મેચમાં ભારતના પ્લેઇંગ-11માં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. વેસ્ટ ઈન્ડિઝની પીચો સ્પિનરો માટે યોગ્ય છે. આવી સ્થિતિમાં કુલદીપ અથવા ચહલમાંથી કોઈએકને રમવાની તક મળી શકે છે. જો કે, આજે આ સમાચારમાં અમે તમને બાર્બાડોસના હવામાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જાણો અહીં....

શું કહે છે હવામાન રિપોર્ટ ? 
અમેરિકામાં રમાયેલી ઘણી મેચો વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ભારત અને કેનેડા વચ્ચે રમાયેલી મેચ પણ વરસાદના કારણે એક પણ બૉલ ફેંકાયા વિના રદ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં ચાહકો આ મેચને લઈને ચિંતિત છે. તમને જણાવી દઈએ કે મેચ દરમિયાન આકાશ વાદળછાયું રહેશે અને વરસાદની સંભાવના 14 ટકા છે. મતલબ કે આ મેચમાં વરસાદ અવરોધ બની શકે છે. 20 જૂને મેચનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

કેવી રહેશે પીચ ? 
બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાનની પીચ બેટ્સમેન અને બોલર બંનેને સપોર્ટ આપે છે. આ મેદાનની પીચ પરથી બોલરોને સ્વિંગ મળે છે. વેસ્ટ ઈન્ડિઝની પીચો હંમેશા સ્પિનરો માટે યોગ્ય રહી છે. તે જ સમયે, અહીં પ્રથમ દાવમાં બેટિંગ કરનાર ટીમને વધુ ફાયદો છે. આવી સ્થિતિમાં અહીં ટોસ મહત્વની ભૂમિકા ભજવશે.

બન્ને ટીમોના રેકોર્ડ્સ 
T20માં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ આઠ મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ સાત મેચ જીતી છે. જો કે, એકનું કોઈ પરિણામ આવ્યું ન હતું. T20 વર્લ્ડકપમાં બંને ટીમો 3 વખત આમને-સામને આવી ચૂકી છે. ભારતીય ટીમે ત્રણેય મેચ જીતી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે જીત મેળવવાનો પ્રયાસ કરશે. એટલું જ નહીં બંને વચ્ચેની છેલ્લી ત્રણ મેચમાં ભારતે જીત મેળવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Embed widget