IND vs BAN U19 T20 WC 2025: સુપર સિક્સમાં બાંગ્લાદેશને હરાવી ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ
મહિલા અન્ડર-19 T20 વર્લ્ડ કપ 2025 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સુપર સિક્સની તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું હતું.

Indian Women Team U19 T20 WC 2025 Semifinal: મહિલા અન્ડર-19 T20 વર્લ્ડ કપ 2025 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સુપર સિક્સની તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચ જીતીને ભારતીય મહિલા ટીમે સેમીફાઈનલમાં જગ્યા નિશ્ચિત કરી લીધી છે અને ટાઈટલ જીતવાની દિશામાં આગળ વધી ગઈ છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ટીમના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
Semi-final spot ✅
— ICC (@ICC) January 26, 2025
India remain unbeaten at the #U19WorldCup and are through to the next stage 🙌#INDvBAN 📝: https://t.co/BVTSSm4iSo pic.twitter.com/8vssuww9lK
બાંગ્લાદેશની બેટિંગ ખરાબ રહી હતી
ભારતીય મહિલા ટીમની કેપ્ટન નિક્કી પ્રસાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જે સાચો સાબિત થયો. બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં માત્ર 64 રન બનાવી શકી હતી. માત્ર જન્નતુલ મૌઆ (14 રન) અને સુમૈયા અખ્તર (21 રન) જ ટીમ માટે બે અંક સુધી પહોંચી શક્યા. આ બે સિવાય બાકીના બેટ્સમેનો ક્રિઝ પર ટકી શક્યા નહી. ભારત માટે વૈષ્ણવી શર્મા સૌથી સફળ બોલર રહી હતી અને તેણે ચાર ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી હતી.
ગોંગાડી તૃષાએ 40 રનની ઇનિંગ રમી હતી
નાના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે જી કમલિની માત્ર 3 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી ગોંગાડી તૃષાએ જોરદાર બેટિંગ કરી અને એકલા હાથે 40 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. સાનિકા ચાલકેએ 11 રનનું યોગદાન આપ્યું હતું. ભારતે માત્ર 7.1 ઓવરમાં જ સરળતાથી લક્ષ્યાંકનો પીછો કરી લીધો હતો.
ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે
ભારતે ગ્રુપ સ્ટેજમાં શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝને પણ હરાવ્યું હતું. હવે આ બંને ટીમ સુપર સિક્સમાં પણ પહોંચી ગઈ છે. આ કારણે ટીમ ઈન્ડિયાની આ બે જીતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે સુપર સિક્સમાં પોતાની પ્રથમ મેચ જીતી લીધી છે. તેની બીજી મેચ 28 જાન્યુઆરીએ સ્કોટલેન્ડની મહિલા ટીમ સામે થશે. એકંદરે, સુપર સિક્સના ગ્રુપ-1માં ત્રણ મેચમાંથી ભારતના 6 પોઈન્ટ છે અને રન રેટ પ્લસ 6.009 છે. તેણે સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
તિલક વર્માએ ઈતિહાસ રચ્યો, કોહલીનો આ મહારેકોર્ડ તોડી વિશ્વ કિક્રેટમાં ખળભળાટ મચાવ્યો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
