ભારત અને શ્રીલંકાની મેચ શરુ થતાં પહેલાં ખેલાડીઓએ શેન વોર્નની યાદમાં કાળી પટ્ટી બાંધીને 2 મિનીટ મૌન પાળ્યું
ગઈકાલે દિગ્ગજ ક્રિકેટર અને સ્પિન બોલીંગના જાદુગર શેન વોર્નનું થાઈલેન્ડમાં નિધન થયું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર રોડની માર્શનું પણ નિધન થયું હતું. બંને ખેલાડીઓના નિધનથી ક્રિકેટ જગત શોકમાં છે.
Shane Warne Death: ગઈકાલે દિગ્ગજ ક્રિકેટર અને સ્પિન બોલીંગના જાદુગર શેન વોર્નનું થાઈલેન્ડમાં નિધન થયું હતું. 52 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન થતાં ક્રિકેટ જગત શોકમાં છે. આ સાથે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર રોડની માર્શનું પણ નિધન થયું હતું. આજે મોહાલી ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત અને શ્રીલંકાના ખેલાડીઓએ આ બંને દિગ્ગજ ખેલાડીઓના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
ભારત-શ્રીલંકાની ટેસ્ટ મેચના આજે બીજા દિવસે બંને ટીમોના ખેલાડીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી હતી. ત્યાર બાદ ખેલાડીઓએ 2 મિનીટનું મૌન પાળીને શેન વોર્ન અને રોડની માર્શને શ્રદ્ધાંજલિ આપી હતી. મેચ મહેલાં રોહિત શર્માએ કહ્યું હતું કે, "શેન વોર્નના નિધનના સમાચાર સાંભળીને એકદમ સ્તબ્ધ થઈ ગયો. આપણા ક્રિકેટ જગતમાં એક મોટી ખોટ પડી છે. તેના પરિવાર પ્રત્યે સંવેદના."
વિરાટ કોહલીએ શેન વોર્નના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, "જીવન ચંચળ અને અણધાર્યું છે. હું અહીં અવિશ્વાસ અને આઘાતમાં ઊભો છું."
"Life is fickle and unpredictable. I stand here in disbelief and shock."@imVkohli pays his tributes to Shane Warne. pic.twitter.com/jwN1qYRDxj
— BCCI (@BCCI) March 5, 2022
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રીણીની પ્રથમ મેચનો આજે બીજો દિવસ છે. ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 380 રન છે. રવિન્દ્ર જાડેજા 60 અને અશ્વિન 18 રને રમતમાં છે. જાડેજાએ ફિફ્ટી પૂરી કરતાં તલવારબાજી સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું હતું.