IND vs SL Day-Night Test: બેંગલુરુ ડે-નાઇટ ટેસ્ટમાં 50 ટકા દર્શકોને મળશે એન્ટ્રી, ટિકિટો કરાઇ જાહેર
ટીમ ઈન્ડિયા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે શ્રીલંકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રેણીની પ્રથમ મેચ 4 માર્ચથી મોહાલીમાં અને બીજી ટેસ્ટ 12 માર્ચથી બેંગલુરુમાં રમાશે.
IND vs SL: ટીમ ઈન્ડિયા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે શ્રીલંકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રેણીની પ્રથમ મેચ 4 માર્ચથી મોહાલીમાં અને બીજી ટેસ્ટ 12 માર્ચથી બેંગલુરુમાં રમાશે. છેલ્લી મેચ ડે-નાઈટ ટેસ્ટ હશે. ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ડે-નાઇટ ટેસ્ટમાં 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે.
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) ના પ્રવક્તા વિનય મૃત્યુંજય મૃત્યુંજયે ઇનસાઇડ સ્પોર્ટ્સને જણાવ્યું હતું કે કર્ણાટક સરકારના નિયમો અનુસાર સ્ટેડિયમમાં 50% પ્રશંસકોને પ્રવેશ આપી શકાય છે. અમે દર્શકોની ક્ષમતા વધારવાની માંગણી સાથે સરકાર પાસે જઈશું નહીં.
ટિકિટો પણ કરાઇ જાહેર
100 રૂપિયાથી લઇને 2500 રૂપિયા સુધીની ટિકિટો જાહેર કરવામાં આવી છે.
KSCA એ તેના નિવેદનમાં કહ્યું કે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ઇતિહાસમાં પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટનું આયોજન કરશે. આ અંગે અમે ખુબ ખુશ છીએ. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી રમાશે. આ માટે કેટલીક હોસ્પિટાલિટી ટિકિટો (P કોર્પોરેટ, પેવેલિયન ટેરેસ અને P2 સ્ટેન્ડ) પણ જાહેર કરવામાં આવી છે. ચાહકોને મેદાન પરથી શાનદાર ક્રિકેટ જોવા મળશે. આ સાથે કોમ્પ્લિમેન્ટરી ફૂડ કૂપન પણ મળશે.
ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઇન્ડિયા-
રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, શુભમન ગીલ, ઋષભ પંત, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન (ફિટનેસ પર નિર્ભર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (ઉપકેપ્ટન), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ. સૌરભ કુમાર.
Video: રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ
ભાવનગરથી સિંહ અમદાવાદ પંથક પહોંચી ગયો, ગુંદાળામાં એક વ્યક્તિ પર કરી દીધો હુમલો
Happy birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના