Gujarat Local Body Election : રાજ્યની 68 પાલિકામાં 5 વાગ્યા સુધી સરેરાશ 47 ટકા મતદાન
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં નિરસ મતદાને રાજકીય પક્ષોની ચિંતા વધારી છે.

અમદાવાદ: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં નિરસ મતદાને રાજકીય પક્ષોની ચિંતા વધારી છે. રાજ્યની 68 પાલિકામાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 47 ટકાથી વધુ મતદાન થયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થવામાં માત્ર એક કલાક બાકી છે. 68 નગરપાલિકામાં સરેરાશ 47 ટકા મતદાન થયું છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં સરેરાશ 35 ટકા મતદાન થયું છે. 3 તાલુકા પંચાયતમાં સરેરાશ 53 ટકા મતદાન થયું છે.
કપડવંજ તાલુકા પંચાયતમાં સરેરાશ 54 ટકા મતદાન
કઠલાલ તાલુકા પંચાયતમાં સરેરાશ 53 ટકા મતદાન
આણંદની 3 નગરપાલિકામાં સૌથી વધુ 61 ટકા મતદાન
કચ્છની 2 નગરપાલિકામાં સૌથી ઓછું 36 ટકા મતદાન
આણંદની 3 નગરપાલિકામાં 60 ટકા મતદાન
દાહોદની 2 નગરપાલિકામાં સરેરાશ 58 ટકા મતદાન
વડોદરાની કરજણ નગરપાલિકામાં 56 ટકા મતદાન
ગાંધીનગરની માણસા નગરપાલિકામાં 55 ટકા મતદાન
સાબરકાંઠાની ત્રણ નગરપાલિકામાં 55 ટકા મતદાન
મહેસાણાની બે નગરપાલિકામાં 54 ટકા મતદાન
છોટાઉદેપુર નગરપાલિકામાં 55 ટકા મતદાન
ખેડાની પાંચ નગરપાલિકામાં 52 ટકા મતદાન
પાટણની 3 નગરપાલિકામાં 53 ટકા મતદાન
જૂનાગઢની છ નગરપાલિકામાં 51 ટકા મતદાન
મોરબીની હળવદ નગરપાલિકામાં 50 ટકા મતદાન
બોટાદની ગઢડા પાલિકામાં 50 ટકા મતદાન
જામનગરની 3 નગરપાલિકામાં 49 ટકા મતદાન
અમદાવાદની 3 નગરપાલિકામાં 48 ટકા મતદાન
અમરેલીની 4 નગરપાલિકામાં 49 ટકા મતદાન
તાપીની સોનગઢ નગરપાલિકામાં 50 ટકા મતદાન
નવસારીની બીલીમોરા નગરપાલિકામાં 47 ટકા મતદાન
મહીસાગરની 3 નગરપાલિકામાં 48 ટકા મતદાન
ગીર સોમનાથની કોડીનાર નગરપાલિકામાં 46 ટકા મતદાન
સુરેંદ્રનગરની થાનગઢ નગરપાલિકામાં 46 ટકા મતદાન
પંચમહાલની 2 નગરપાલિકામાં 45 ટકા મતદાન
ભાવનગરની 3 નગરપાલિકામાં 47 ટકા મતદાન
પોરબંદરની 2 નગરપાલિકામાં 44 ટકા મતદાન
વલસાડની 3 નગરપાલિકામાં 44 ટકા મતદાન
રાજકોટની પાંચ નગરપાલિકામાં 42 ટકા મતદાન
દ્વારકાની 3 નગરપાલિકામાં 40 ટકા મતદાન
કચ્છની 2 નગરપાલિકામાં 38 ટકા મતદાન
રાજ્યમાં મતદાન વચ્ચે અનેક જગ્યાએ EVM માં ટેકનિકલ ખામી
સુરેન્દ્રનગરના થાનગઢ, પંચમહાલના હાલોલ અને પાટણના રાધનપુરમાં મતદાન દરમિયાન EVMમાં ખામી સર્જાઇ હતી. 15 મિનિટથી લઇ એક કલાક માટે મતદાન રોકી દેવાયું હતું. વારંવાર EVM ખોટકાવાથી મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. થાનગઢમાં મતદારો વિફરતા પોલીસ જવાનો બૂથ પર દોડી આવ્યા હતા.
ધરમપુરમાં ત્રણ વોર્ડમાં EVMમાં ખામી
વલસાડની ધરમપુરમાં ત્રણ વોર્ડમાં EVMમાં ખામીનો આરોપ છે. વોર્ડ નંબર 1,3 અને 4માં EVMમાં ખામીનો કોંગ્રેસનો આરોપ છે. EVMનું બટન હાર્ડ હોવાની ફરિયાદ મળી હતી. કોંગ્રેસના આરોપ બાદ વોર્ડ નં 4માં EVM બદલાયું હતું.
બીલીમોરા નગર પાલિકાની ચૂંટણીમાં EVMમાં ખામી
નવસારીની બીલીમોરા નગર પાલિકાની ચૂંટણીમાં EVMમાં ખામી સર્જાતા કોર્ગેસે ગરબડીનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસનું બટન ન દબાતા કોંગ્રેસના ઉમેદવારે EVM મશીન પર સવાલ ઉઠાવ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે રી-વોટિંગની માંગ કરી હતી. EVM શરૂ ન થતા મતદારોએ પરત જવાની ફરજ પડી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
