શોધખોળ કરો
Advertisement
IPL Auction: આ ગુજરાતી ખેલાડી પર લાગી શકે છે 10 કરોડ રૂપિયાનો દાવ, ધોનીની હેલિકોપ્ટર સ્ટાઇલમાં સિક્સ મારી ટીમને પહોંચાડી હતી સેમી ફાઇનલમાં
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં વિષ્ણુ સોલંકીએ 8 મેચમાં 53.40ની સરેરાશથી 267 રન બનાવ્યા હતા.
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે આજે ગુરૂવારે બપારે પછી થનારી હરાજીમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલની ઊંચી બોલી લાગી શકે છે. સાથે સાથે ભારતના કેટલાક યુવા ક્રિકેટરો પર પણ સોની નજર છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર દેખાવ કરનારા સ્થાનિક ખેલાડીઓને પણ ફ્રેન્ચાઈઝી ઉંચા ભાવે ખરીદી શકે છે. તેમાં એક વિષ્ણુ સોલંકી છે.
બરોડાના વિષ્ણુ સોલંકીની બેસ પ્રાઇસ 20 લાખ રૂપિયા છે પરંતુ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કરેલી આક્રમક ફટકાબાજીના કારણે તેને ફ્રેન્ચાઇઝીઓ 10 કરોડ રૂપિયામાં પણ ખરીદી શકે છે. વડોદરાના આ ખેલાડીએ મુશ્તાક અલી ટુર્નામેન્ટની નોક આઉટ મેચમાં પોતાના પ્રદર્શનથી તમામને પ્રભાવિત કર્યા હતા.
તેણે ટુર્નામેન્ટની 8 મેચમાં 53.40ની સરેરાશથી 267 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 128.36નો હતો. સોલંકીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની છેલ્લી 5 ઈનિંગમાં 28, અણનમ 59, ક્વાર્ટર ફાઇનલમા અણનમ 71, સેમી ફાઇનલમાં 12 અને ફાઇનલમાં 49 રન બનાવ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન 21 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમી ફાઇનલમાં પહોંચવા અને 149 રનના ટાર્ગેટને હાંસલ કરવા બરોડાને છેલ્લા ત્રણ બોલમાં 15 રનની જરૂર હતી. ત્યારે સોલંકીએ ચોથા બોલે છગ્ગો ફટકાર્યો હતો અને પાંચમાં બોલે ફોર મારી હતી. જે બાદ ગેમને સુપર ઓવરમાં લઈ જવા 4 રનની જરૂર હતી ત્યારે સોલંકીએ ધોનીના હેલિકોપ્ટર શોટની સ્ટાઇલમાં સિક્સ મારીને ટીમને જીત અપાવવા સહિત સેમી ફાઇનલમાં પહોંચાડી હતી.
IPL હરાજીઃ તોફાની બેટિંગ કરતા આ ‘શાહરૂખ ખાન’ને લેવા થશે પડાપડી, ધોનીની છે તેના પર નજર, જાણો ક્યાં કરી હતી સ્ફોટક બેટિંગ ?
IPL 2021 Auction: દાવ પર લાગશે 291 ખેલાડીઓની કિસ્મત, બપોરે 3 વાગ્યાથી શરૂ થશે હરાજી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement