(Source: ECI/ABP News/ABP Majha)
KARMA: મોહમ્મદ શમીના ટ્વીટ બાદ પાકિસ્તાનીઓ ભડક્યા, અખ્તર, આફ્રિદી અને અકરમે કહ્યું આવુ ના કરો.......
શોએબ અખ્તરના ટ્વીટનો જવાબ આપતા શમીએ લખ્યું- સૉરી બ્રધર, આ કરમ કહે છે'- ભારતીય ફેન્સને શમીનું આ ટ્વીટ ખુબ પસંદ આવ્યું છે,
KARMA: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં પાકિસ્તાની ટીમને ઇંગ્લેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો, અને પાકિસ્તાની ટીમ ફરી એકવાર વર્લ્ડ ચેમ્પીયન બનતા ચૂકી ગઇ અને ઇંગ્લિશ ટીમે ચેમ્પીયન બની ગઇ હતી. આ મામલા બાદ ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બૉલર શોઅબ અખ્તરને ટ્રૉલ કર્યો હતો, ખરેખરમાં શમીએ અખ્તરના એક ટ્વીટનો જવાબ આપતા વળતુ ટ્વીટ કર્યુ હતુ, તે પછી પાકિસ્તાનમાં ખલબચી મચી ગઇ હતી અને દિગ્ગજો ભડક્યા હતા. જાણો શું છે મામલો........
ખરેખરમાં, શોએબ અખ્તરના ટ્વીટનો જવાબ આપતા શમીએ લખ્યું- સૉરી બ્રધર, આ કરમ કહે છે'- ભારતીય ફેન્સને શમીનું આ ટ્વીટ ખુબ પસંદ આવ્યું છે, પણ પાડોશી દેશ પાકિસ્તાનીઓને આ ટ્વીટ ખૂંચી ગયુ. અખ્તરથી લઇને આફ્રિદી અને હવે વસીમ અકરમે આ ટ્વીટ પર આપત્તિ દર્શાવી છે અને તેમને કહ્યું આપણે ક્રિકેટના રાજદૂત છીએ અને આમ ના કરવુ જોઇએ, આમ ના કરો.
શું હતો આખો મામલો, જેના પર પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર ગુસ્સે થયો. 13 નવેમ્બર, રવિવારે ઇંગ્લેન્ડ સામે રમાયેલી ICC T20 વર્લ્ડકપની ફાઇનલમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પોતાના ટ્વિટ પર તૂટેલા હૃદયની ઈમોજી પોસ્ટ કરી હતી. તેના પર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ જવાબ આપ્યો અને લખ્યું, આ 'કર્મ' છે ભાઈ.
Samaa TV ના એક શૉમાં શાહીદ આફ્રિદીએ કહ્યું - આપણે લોકો ક્રિકેટરો છીએ, આપણે આના રાજદૂત છીએ, અને રૉલ મૉલ્સ છીએ. આપણી કોશિશ હોવી જોઇએ કે આ બધુ ખતમ થવુ જોઇએ. આપણ એકબીજાના પાડોશી છીએ, આવી વસ્તુઓ ના થવી જોઇએ જેનાથી લોકોમાં નફરત ના ફેલાય, સામાન્ય માણસ આપણી પાસેથી શું આશા રાખશે.
T20 WC 2022: ટી20 વિશ્વકપમાં પાકિસ્તાનની હાર
T20 WC 2022: ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ હાર બાદ સોશિયલ મીડિયા પર ખુબ મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 137 રન બનાવ્યા હતા. મેચ જીતવા 138 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કર્યો હતો.
ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સર્વાધિક 52 રન બનાવ્યા હતા અને નોટ આઉટ રહ્યો હતો. જોસ બટલર 26, હેરી બ્રુક 20 અને ફિલિપ સોલ્ટ 10 રન બનાવી આઉટ થયા હતા. મોઈન અલી એ 19 રનનું યોગદાન આપ્યું હતું.પાકિસ્તાન તરફથી હેરિસ રાઉફે 2, શાદાબ ખાન, મોહમ્મદ વસિમ જૂનિયર અને શાહિન આફ્રિદીએ 1-1 વિકેટ લીધી હતી. ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 137 રન બનાવ્યા હતા. શોન મસૂદે સર્વાધિક 38 રન બનાવ્યા હતા. કેપ્ટન બાબર આઝમે 32 રનનું યોગદાન આપ્યું હતું. શાદાબ ખાને 20 અને મોહમ્દ રિઝવાને 15 રન બનાવ્યા હતા. સેમ કરને 3, આદિલ રાશિદ અને ક્રિસ જોર્ડને 2-2 વિકેટ લીધી હતી.