PAK vs NZ: ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન પ્રવાસ માટે જાહેર કરી ટી-20 ટીમ, કેપ્ટનની પસંદગીએ તમામને ચોંકાવ્યા
PAK vs NZ: ન્યૂઝીલેન્ડે બુધવારે આગામી પાકિસ્તાન પ્રવાસ માટે તેની 15 સભ્યોની ટી-20 ટીમની જાહેરાત કરી છે
PAK vs NZ: ન્યૂઝીલેન્ડે બુધવારે આગામી પાકિસ્તાન પ્રવાસ માટે તેની 15 સભ્યોની ટી-20 ટીમની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાન પ્રવાસ પર પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમશે. કિવી ટીમે આ શ્રેણી માટે અનુભવી ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલને કેપ્ટન બનાવતા સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા.
ટિમ રોબિન્સનને પ્રથમ વખત ન્યૂઝીલેન્ડની ટીમમાં સ્થાન મળ્યું છે અને અનકેપ્ડ વિલ ઓ રૂડકીને પણ આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ તેના ઘણા મુખ્ય ખેલાડીઓની સેવાઓ વિના રહેશે જેઓ IPL અથવા અન્ય કારણોસર ભાગ લઈ શકતા નથી.
ટ્રેન્ટ બોલ્ટ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર અને કેન વિલિયમસન IPLની વિવિધ ટીમોનો ભાગ છે. વિલ યંગ (નોટિંગહામશાયર સાથે કરાર), ટોમ લાથમ (બીજા બાળકના જન્મ), ટિમ સાઉથી અને કોલિન મુનરો (કન્ડિશનિંગ) પણ પસંદગી માટે ઉપલબ્ધ ન હતા.
લાંબા સમય બાદ બ્રેસવેલની વાપસી
માઈકલ બ્રેસવેલે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ 2023માં રમી હતી. ત્યારથી તે ઈજાના કારણે ક્રિકેટથી દૂર રહ્યો હતો. 33 વર્ષીય ઓલરાઉન્ડરે પ્લંકેટ શીલ્ડમાં વાપસી કરી છે અને 41 રનમાં 8 વિકેટ ઝડપીને તેની પ્રથમ શ્રેણીની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું.
ન્યૂઝીલેન્ડની ટીમ
માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ફિન એલન, માર્ક ચેપમેન, જોશ ક્લાર્કસન, જેકબ ડફી, ડીન ફોક્સક્રોફ્ટ, બેન લિસ્ટર, કોલ મેકોનકી, એડમ મિલને, જીમી નીશમ, વિલ ઓ'રડકી, ટિમ રોબિન્સન, બેન સિયર્સ, ટિમ સીફર્ટ અને ઈશ સોઢી.
ન્યૂઝીલેન્ડના પાકિસ્તાન પ્રવાસનો કાર્યક્રમ
પ્રથમ મેચ - 18 એપ્રિલ, રાવલપિંડી
બીજી મેચ - 20 એપ્રિલ, રાવલપિંડી
ત્રીજી મેચ - 21 એપ્રિલ, રાવલપિંડી
ત્રીજી મેચ - 25 એપ્રિલ, લાહોર
પાંચમી મેચ - 27 એપ્રિલ, લાહોર