શોધખોળ કરો

Shubman Gill ODI Record: સચિન-સૌરવ ન કરી શક્યાં ગિલે કરી બતાવ્યું, આ મામલે બન્યો ભારતનો પ્રથમ ખેલાડી

Shubman Gill: ગિલે શાનદાર ફોર્મ જાળવી રાખતા સતત બીજી વન ડે મેચમાં સદી ફટકારી હતી. ગિલે 87 બોલમાં સદી પૂરી કરી હતી.

Shubman Gill ODI Record:  હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડે રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગિલે શાનદાર ફોર્મ જાળવી રાખતા સતત બીજી વન ડે મેચમાં સદી ફટકારી હતી. ગિલે 87 બોલમાં સદી પૂરી કરી હતી. ન્યૂઝીલેન્ડ સામે તેણે પ્રથમ સદી ફટકારી હતી. ગિલે 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.  આ પહેલા શ્રીલંકા સામે રમાયેલી ત્રીજી વન ડેમાં પણ ગિલે સદી ફટકારી હતી. આ દરમિયાન ગિલે વન ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો.

વન ડે ઈન્ટનેશલમાં સૌથી વધુ ઝડપી 1000 રન બનાવનારા ખેલાડી

    • 18 ઈનિંગ- ફખર જમાન, પાકિસ્તાન
    • 19 ઈનિંગ- શુબમન ગિલ, ભારત અને ઈન્ઝમામ ઉલ હક – પાકિસ્તાન
    • 21 ઈનિંગઃ વિવ રિચાર્ડ્સ- વેસ્ટ ઈન્ડિઝ, કેવિન પીટરસન- ઈંગ્લેન્ડ, જોનાથન ટ્રોટ –ઈંગ્લેન્ડ, ક્વિન્ટન ડી કોક – સાઉથ આફ્રિકા, બાબર આઝમ – પાકિસ્તાન, રુસિ ડુસેન – સાઉથ આફ્રિકા

આજની વન ડેમાં રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી ઓવરના છેલ્લા બોલે સિક્સર ફટકારીને એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો ન્યૂઝીલેન્ડ માટે હેનરી શિપલી ઇનિંગ્સની ત્રીજી ઓવર કરી રહ્યો હતો. રોહિત શર્માએ ઓવરના છેલ્લા બોલે સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. રોહિત શર્મા ભારતમાં ODI ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. હિટમેનના નામથી પ્રખ્યાત રોહિત શર્માએ સમાચાર લખ્યા ત્યાં સુધી તેની ઇનિંગ્સમાં બે સિક્સર ફટકારી છે અને આ રીતે ભારતમાં તેની સિક્સરની સંખ્યા વધીને 125 થઈ ગઈ છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ સાથે એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. તેની પ્રથમ છગ્ગા સાથે, રોહિત શર્મા ભારતમાં ODI ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો. એમએસ ધોનીએ ભારતમાં ODI ઈતિહાસમાં 123 સિક્સર ફટકારી છે. આ યાદીમાં ત્રીજું સ્થાન મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું છે, જેણે 71 છગ્ગા ફટકાર્યા છે.

 ભારતમાં વનડેમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન

125* - રોહિત શર્મા

123 - એમએસ ધોની

71 - સચિન તેંડુલકર

રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. ભારતીય કેપ્ટન 38 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 34 રન બનાવીને આઉટ થયો હતો. ટિકનરે તેને મિશેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

ભારતની આજની પ્લેઇંગ ઇલેવન

 રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget