શોધખોળ કરો

SA vs AFG Semi Final: સાત વાર સેમિફાઇનલમાં હાર્યા, ચૉકર્સનો લાગ્યો ટેગ, દક્ષિણ આફ્રિકાએ હવે ધોયો ડાઘ

T20 World Cup 2024 SA vs AFG: દક્ષિણ આફ્રિકાએ ટી20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેને સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું છે

T20 World Cup 2024 SA vs AFG: દક્ષિણ આફ્રિકાએ ટી20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેને સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું છે. અફઘાનિસ્તાનની ટીમ 11.5 ઓવરમાં 56 રનના સ્કૉર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ માત્ર 1 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ્યું છે. તેના પર ચૉકર્સનું ટેગ હતું, જે હવેથી હટી ગયુ છે. 

સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાના બોલરોએ ઘાતક પ્રદર્શન કર્યું હતું. ત્રિનિદાદમાં રમાયેલી મેચમાં આફ્રિકાના બોલરોએ અફઘાનિસ્તાનને 56 રનના સ્કૉર પર ઓલઆઉટ કરી દીધું હતું. અફઘાનિસ્તાન તરફથી માત્ર એક બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો હતો. અઝમતુલ્લાહ 10 રન બનાવીને આઉટ થયો હતો. ઓપનર ગુરબાઝ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ઈબ્રાહીમ ઝદરાન 2 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં અફઘાનિસ્તાનની બેટિંગ ખરાબ રીતે ફ્લૉપ રહી હતી.

દક્ષિણ આફ્રિકાના બૉલરોએ વર્તાવ્યો કેર - 
દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જેન્સને 3 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. શમ્સીએ 1.5 ઓવરમાં 6 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રબાડાએ 3 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે નોરખીયાએ 3 ઓવરમાં 7 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકાને માર્કો જોન્સને પ્રથમ વિકેટ ઝડપી હતી. તેણે અફઘાન ઓપનર ગુરબાઝને શૂન્ય પર આઉટ કર્યો હતો.

અફઘાનિસ્તાનને હરાવીને પણ જીત્યુ દિલ - 
આ ટી20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. જો કે સેમિફાઈનલમાં ટીમ કંઈ ખાસ કરી શકી ના હતી, પરંતુ તેના બોલરોએ હજુ પણ તાકાત બતાવી હતી. દક્ષિણ આફ્રિકાને સેમિફાઇનલમાં જીતવા માટે 8.5 ઓવરનો પ્રવાસ કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાન માટે નવીન ઉલ હકે 3 ઓવરમાં 15 રન આપ્યા હતા. ફઝલહક ફારૂકીએ 2 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ લીધી હતી.

7 વાર સેમિફાઇનલમાં હાર બાદ દક્ષિણ આફ્રિકાએ ફાઇનલમાં બનાવી લીધી જગ્યા - 
દક્ષિણ આફ્રિકા માટે અત્યાર સુધી વર્લ્ડકપની સફર આસાન રહી નથી. તેને 7 વખત સેમિફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ કારણે ટીમને ચૉકર્સ તરીકે પણ ટેગ કરવામાં આવી હતી. જોકે હવે આ ટેગ હટાવી દેવામાં આવ્યો છે. 1992ની સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને ઈંગ્લેન્ડે હરાવ્યું હતું. આ પછી 1999માં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. ઓસ્ટ્રેલિયાને 2007માં પણ હરાવ્યું હતું. આ પછી 2009માં પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારતે 2014માં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. તેને 2015માં ન્યૂઝીલેન્ડે હરાવ્યું હતું. આ પછી 2023માં ઓસ્ટ્રેલિયા સામે હાર થઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો

IND vs NZ Final : ભારતે સતત બીજી ICC ટૂર્નામેન્ટ જીતી, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું

Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી

Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'

ABP Premium

વિડિઓઝ

Geniben Thakor: વીંછીયા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં ગેનીબેને સરકારને લીધી આડે હાથGeniben Thakor: 'જીત બાદ સમાજને કેમ ભૂલી જાવ છો?'': મંત્રી કુંવરજી બાવળિયા પર ગેનીબેનનો પ્રહારGujarat Rajput Sangathan: બોટાદના સાળંગપુરમાં ગુજરાત રાજપુત સંગઠનના 12માં વાર્ષિક સંમેલનનું આયોજનGordhan Zadafia : ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે ઝડફિયાનું ચોંકાવનારું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો
IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો
IND vs NZ Final : ભારતે સતત બીજી ICC ટૂર્નામેન્ટ જીતી, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું
IND vs NZ Final : ભારતે સતત બીજી ICC ટૂર્નામેન્ટ જીતી, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર

IND vs NZ:  ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલને લઈ અક્ષર પટેલના માતાપિતાનું મોટું નિવેદન, કહ્યું- અમારો દીકરો....

IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ

પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી  સત્તાવાર જાહેરાત

Embed widget