શોધખોળ કરો

IND vs PAK: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં? થઈ ગયો નિર્ણય

Champions Trophy 2025: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં તે અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. પાકિસ્તાન માટે આ ચોંકાવનારા સમાચાર છે.

Champions Trophy 2025 IND vs PAK: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. એક રિપોર્ટ અનુસાર ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય. ટીમ ઈન્ડિયા તેની મેચ દુબઈમાં રમી શકે છે. જો કે તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ પાકિસ્તાન ન જવાનું કારણ આપ્યું છે. બીસીસીઆઈએ સુરક્ષા કારણ આગળ ધર્યું છે.

ઈન્ડિયન એક્સપ્રેસના એક સમાચાર મુજબ ભારતીય ટીમ આવતા વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય. હાલમાં જ BCCIએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે વાત કરી છે. જેમાં બીસીસીઆઈએ સુરક્ષાના કારણો દર્શાવ્યા છે. ભારતીય ટીમ તેની તમામ મેચ દુબઈમાં રમી શકે છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. આ પછી ટીમ ઈન્ડિયાને લઈને પણ ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ હવે એક એવા સમાચાર આવ્યા છે જે પાકિસ્તાનને ચોંકાવી દેશે.

પીસીબીએ બીસીસીઆઈને મનાવવાનો ઘણો પ્રયાસ કર્યો 

અહેવાલો અનુસાર, પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતને મનાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કામમાં આવ્યું ન હતું. પીસીબીએ એવો પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનમાં મેચ રમીને ભારત પરત ફરવું જોઈએ. આને લગતા અન્ય સૂચનો પણ આપવામાં આવ્યા હતા. પરંતુ બીસીસીઆઈએ સુરક્ષાનું કારણ આપીને તમામ પ્રસ્તાવોને ફગાવી દીધા હતા.

પાકિસ્તાનની આશા પર ફટકો 

ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જવાના કારણે PCBને મોટો ફટકો પડશે. તેનાથી તેને આર્થિક નુકસાન પણ થશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાને તેના સ્ટેડિયમમાં ઘણું કામ કરાવ્યું છે. તેમને નવેસરથી તૈયાર કરવામાં આવ્યા છે. ICCએ આ માટે ફંડ પણ બહાર પાડ્યું હતું.

આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં 8 ટીમો વચ્ચે ફાઇનલ સહિત 15 મેચ રમાશે

જો રિપોર્ટ્સનું માનીએ તો તે 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે ફાઈનલ મેચ 9 માર્ચે રમાશે. પાકિસ્તાની મીડિયા 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન' અનુસાર, ICCનું એક પ્રતિનિધિમંડળ 10 થી 12 નવેમ્બર સુધી લાહોર પહોંચશે અને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરશે. દરમિયાન, ચેમ્પિયન્સ ટ્રોફીના શિડ્યુલની જાહેરાત 11મી નવેમ્બરે થઈ શકે છે. શેડ્યૂલ અનુસાર બાંગ્લાદેશની ટીમ ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની સાથે ગ્રુપ Aમાં હશે. જ્યારે ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે. 

આ પણ વાંચો...

ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?Amreli Fake Letter Case : લેટરકાંડમાં થશે મોટા ખુલાસા! DIG નિર્લિપ્ત રાયે મુખ્ય આરોપીઓના લીધા નિવેદનKhodaldham Sankul: ઉ.ગુજરાતમાં બનશે ખોડલધામ સંકુલ, પાટણના સંડેર ગામે યોજાયો સંકુલનો શિલાપૂજન સમારોહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
Vaishnavi Sharma: 4 ઓવર, 5 રન, 5 વિકેટ... કોણ છે વૈષ્ણવી શર્મા જેણે U-19 વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો 
Vaishnavi Sharma: 4 ઓવર, 5 રન, 5 વિકેટ... કોણ છે વૈષ્ણવી શર્મા જેણે U-19 વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો 
Saif Ali Khan Discharged: સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી મળી રજા, સામે આવી પ્રથમ તસવીર  
Saif Ali Khan Discharged: સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી મળી રજા, સામે આવી પ્રથમ તસવીર  
Budh Gochar: શનિની રાશિમાં થશે બુધ ગોચર, 24 જાન્યુઆરી બાદ આ રાશિઓને મળશે બમ્પર લાભ 
Budh Gochar: શનિની રાશિમાં થશે બુધ ગોચર, 24 જાન્યુઆરી બાદ આ રાશિઓને મળશે બમ્પર લાભ 
Gautam Adani in Maha Kumbh: મહાકુંભ પહોંચ્યા ગૌતમ અદાણી, ભક્તોને વહેંચ્યો પ્રસાદ, સંગમમાં કરી પૂજા
Gautam Adani in Maha Kumbh: મહાકુંભ પહોંચ્યા ગૌતમ અદાણી, ભક્તોને વહેંચ્યો પ્રસાદ, સંગમમાં કરી પૂજા
Embed widget