શોધખોળ કરો
એશિયા કપમાં ભારત કેટલીવાર બન્યું ચેમ્પિયન? જાણો વિગત

1/4

ઉલ્લેખયની છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સતત બીજીવાર એશિયા કપની ફાઈનલ મેચ રમાઈ હતી. વર્ષ 2016માં ટ્વેન્ટી-20ના ફોર્મેટમાં એશિયા કપ રમાયો હતો ત્યારે ફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને આઠ વિકેટથી પરાજય આપ્યો હતો.
2/4

2012 અને 2016માં બાંગ્લાદેશ ફાઇનલ સુધી પહોંચી હતી. જોકે હજુ સુધી એશિયા કપની ફાઈનલમાં બાંગ્લાદેશનો એક પણ વિજય થયો નથી. આ ઉપરાંત એશિયા કપમાં શ્રીલંકા પાંચ વાર ફાઈનલમાં વિજય મેળવ્યો છે. જ્યારે પાકિસ્તાને બે વાર જીતી ચૂકી છે.
3/4

ટીમ ઈન્ડિયા આ પહેલાં વર્ષ 1984, 1988, 1990-91, 1995, 2010 અને 2016માં એશિયા કપ જીતી ચૂકી છે. જ્યારે બાંગ્લાદેશ ત્રીજીવાર ફાઇનલમાં આવી હતી. જોકે, એકપણ વખત ચેમ્પિયન બનવાનો મોકો નથી મળ્યો.
4/4

દુબઈઃ બોલરોના ચુસ્ત પ્રદર્શન પછી રોહિત શર્મા સહિત બેટ્સમેનોના જોરદાર પ્રદર્શનથી ભારતે એશિયા કપની ફાઈનલમાં બાંગ્લાદેશ સામે 3 વિકેટે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશ 48.3 ઓવરમાં 222 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 223 રન બનાવી લીધા હતા. જેમાં કેદાર જાધવ 23 રને અણનમ રહ્યો હતો. આ જીત સાથે જ ભારત સાતમી વખત એશિયા કપમાં ચેમ્પિયન બનવા સફળ રહ્યું છે.
Published at : 29 Sep 2018 09:07 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
દેશ
રાજકોટ
આરોગ્ય
Advertisement
