IPL 2024 CSK vs LSG Score Live: ગાયકવાડની સદી પર ભારે પડી સ્ટોયનિસની સદી, લખનઉનો 6 વિકેટથી વિજય
IPL 2024 CSK vs LSG Score Live Updates: આઈપીએલ 2024માં આજે 39મો મુકાબલો રમાશે.
LIVE

Background
ચેન્નાઈ સુપર કિંગ્સની હાર
ચેન્નાઈ સુપર કિંગ્સે લખનઉ સુપર જાયટંસને જીતવા આપેલા 211 રનના ટાર્ગેટને 19.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. લખનઉ તરફથી સ્ટોયનિસે 63 બોલમાં 124 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી અને નોટ આઉટ રહ્યો હતો. દીપક હુડ્ડા પણ 6 બોલમાં 17 રન બનાવી અણનમ રહ્યો હતો.
લખનઉને 12 બોલમાં 32 રનની જરૂર છે
લખનઉએ 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. સ્ટોઇનિસ 101 રન બનાવીને રમી રહ્યો છે. દીપક હુડ્ડા 7 રન બનાવીને રમી રહ્યો છે. લખનઉને જીતવા માટે 12 બોલમાં 32 રનની જરૂર છે.
લખનઉને ચોથો ફટકો, પુરણ આઉટ
મતિશ પથિરાનાએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મોટી સફળતા અપાવી. નિકોલસ પુરન 15 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. તે કેચ આઉટ થયો હતો. લખનઉની ચોથી વિકેટ પડી. તેને જીતવા માટે 53 રનની જરૂર છે. લખનઉએ 158 રન બનાવ્યા છે.
સ્ટોઈનિસ-પુરને ચેન્નાઈનું ટેન્શન વધાર્યું
લખનઉની ઈનિંગની 16 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમે 3 વિકેટ ગુમાવીને 157 રન બનાવી લીધા છે. તેને જીતવા માટે 54 રનની જરૂર છે. સ્ટોઇનિસ 87 રન બનાવીને રમી રહ્યો છે. પુરણ 34 રન બનાવીને રમી રહ્યો છે. ચેન્નાઈના બોલરો હજુ સુધી સ્ટોઈનિસને આઉટ કરી શક્યા નથી.
લખનઉને જીતવા માટે 96 રનની જરૂર
લખનઉને જીતવા માટે 42 બોલમાં 96 રનની જરૂર છે. ટીમે 13 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 115 રન બનાવી લીધા છે. સ્ટોઇનિસ 76 રન બનાવીને રમી રહ્યો છે. પુરણ 3 રન બનાવીને રમી રહ્યો છે. ચેન્નાઈ તરફથી ચહર, પથિરાના અને મુસ્તફિઝુરે એક-એક વિકેટ લીધી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
