IPL 2022: કમિન્સે આઇપીએલના ઇતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી, કેએલ રાહુલના રેકોર્ડની કરી બરોબરી
કમિન્સે તેની 15 બોલની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. તેણે અણનમ 56 રન બનાવ્યા હતા
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઇ સામેની મેચમાં પાંચ વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. આઇપીએલની આ સીઝનમાં પ્રથમ મેચ રમી રહેલા કોલકત્તા નાઇટ રાઇડર્સના બોલર પેટ કમિન્સે આવતાની સાથે જ તેણે ધમાલ મચાવી દીધી હતી. કમિન્સે ફક્ત 14 બોલમાં અડધી સદી ફટકારી હતી. પેટ કમિન્સે 15 બોલમાં અણનમ 56 રન બનાવ્યા હતા જ્યારે વેંકટેશ અય્યર 50 રન બનાવીને અણનમ રહ્યો હતો.
પેટ કમિન્સે આઈપીએલ ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી છે. આ મામલે કમિન્સે કેએલ રાહુલની બરાબરી કરી હતી. કમિન્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ અગાઉ કેએલ રાહુલે 2018માં દિલ્હી કેપિટલ્સ સામે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી.
કમિન્સે તેની 15 બોલની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. તેણે અણનમ 56 રન બનાવ્યા હતા. આ દરમિયાન કમિન્સનો સ્ટ્રાઈક રેટ 373.33 રહ્યો હતો. તેણે ડેનિયલ સેમ્સની એક ઓવરમાં 35 રન ફટકાર્યા હતા.
ડેનિયલ સેમ્સની એક ઓવરમાં 35 રન
જ્યારે કમિન્સ બેટિંગ કરવા આવ્યો ત્યારે કોલકાતાએ જીતવા માટે 41 બોલમાં 61 રનની જરૂર હતી. કમિન્સે જસપ્રીત બુમરાહની 15મી ઓવરમાં સિક્સર અને ફોર ફટકારી હતી. બુમરાહની ઓવર પછી કોલકાતાને પાંચ ઓવરમાં જીતવા માટે 35 રનની જરૂર હતી. ડેનિયલ સેમ્સ બોલિંગ કરવા આવ્યો હતો. પેટ કમિન્સે પ્રથમ બોલ પર સિક્સર, બીજા બોલ પર ફોર, ત્રીજા બોલ પર સિક્સર અને ચોથા બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી પાંચમા બોલે સેમ્સે નો-બોલ ફેંક્યો હતો. તેના પર કુલ ત્રણ રન આવ્યા હતા. સેમ્સને પાંચમો બોલ ફરીથી કરવાનો હતો. આના પર કમિન્સે ચોગ્ગો ફટકાર્યો હતો. તેણે છેલ્લા બોલ પર સિક્સ ફટકારીને મેચ જીતી લીધી હતી.
Kisan Credit Card: પશુપાલકો માટે કેટલા કિસાન ક્રેડિટ બનાવાયા ? આ રીતે તમે પણ બનાવી શકો છો
ગરમીમાં હેલ્ધી રહેવા માટે આ ફ્રૂટનું કરો ભરપૂર સેવન, સ્વાસ્થ્યને થશે આ અદભૂત ફાયદા
Rahu Ketu Transit 2022 : 12 એપ્રિલ બાદ આ રાશિના જાતક માટે શરૂ થઇ શકે છે મુશ્કેલી ભર્યો સમય