શોધખોળ કરો

IPL 2025: આ 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે કોલકાતા નાઈટ રાઈડર્સ 

કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024નું ટાઈટલ જીત્યું. આ રીતે શાહરૂખ ખાનની ટીમ ત્રીજી વખત ચેમ્પિયન બની. પરંતુ હવે કોલકાતા નાઈટ રાઈડર્સ સહિત અન્ય ટીમો હરાજી માટે તૈયારી કરી રહી છે.

KKR Possible Retain Players: કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024નું ટાઈટલ જીત્યું. આ રીતે શાહરૂખ ખાનની ટીમ ત્રીજી વખત ચેમ્પિયન બની. પરંતુ હવે કોલકાતા નાઈટ રાઈડર્સ સહિત અન્ય ટીમો હરાજી માટે તૈયારી કરી રહી છે. જો કે એ જોવાનું રસપ્રદ રહેશે કે કઈ ટીમો કયા ખેલાડીઓને જાળવી રાખે છે અને કોને રિલિઝ કરે છે? ખાસ કરીને, ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ખેલાડીઓને જાળવી રાખવાનું સરળ રહેશે નહીં, કારણ કે આ ટીમ પાસે ઘણા વિકલ્પો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્કને રિલીઝ કરશે ?

ખરેખર, IPL 2024ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મિશેલ સ્ટાર્કને રેકોર્ડ 24.75 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ શું હવે શાહરૂખ ખાનની ટીમ મિચેલ સ્ટાર્કને જાળવી રાખશે ? મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોલકાતા નાઈટ રાઈડર્સ મિચેલ સ્ટાર્કને રિલીઝ કરવાના મૂડમાં છે. IPL 2024ના પહેલા હાફમાં મિશેલ સ્ટાર્કનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જોકે, આ ઝડપી બોલરે બીજા હાફમાં જોરદાર વાપસી કરી હતી. પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સને મિચેલ સ્ટાર્કને જાળવી રાખવામાં કિંમત આડે આવી શકે છે. તેથી, કોલકાતા નાઈટ રાઈડર્સ મિચેલ સ્ટાર્કને રિલીઝ કરે તેવી શક્યતાઓ છે.

જો કે કોલકાતા નાઈટ રાઈડર્સ કોને રિટેન કરી શકે છે તે ખેલાડીઓ પર  એક નજર નાખીશું. આ ખેલાડીઓએ કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ યાદીમાં યુવા ખેલાડીઓ ઉપરાંત ઘણા સિનિયર નામ સામેલ છે.

સુનીલ નારાયણ

IPL 2024ની લગભગ દરેક મેચમાં સુનીલ નારાયણે KKRને તોફાની શરૂઆત આપી હતી. આ ખેલાડીએ બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ પોતાની તાકાત દેખાડી. સુનીલ નારાયણ લાંબા સમયથી KKR સાથે જોડાયેલા છે. જો કે, એવું માનવામાં આવે છે કે કેકેઆર કોઈપણ કિંમતે સુનીલ નારાયણને જાળવી રાખવા માંગશે.

આન્દ્રે રસેલ

આઈપીએલ 2024 સીઝન આન્દ્રે રસેલ માટે સામાન્ય રહી  હતી. આ ખેલાડીએ ઘણી મેચોમાં ફિનિશરની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે બોલિંગમાં પણ પ્રભાવ પાડ્યો હતો. ખાસ કરીને આન્દ્રે રસેલ છેલ્લી ઓવરોમાં વિપક્ષી બેટ્સમેનો માટે સમસ્યા બની રહ્યો હતો. જો કે, એવી શક્યતાઓ છે કે KKR ચોક્કસપણે આન્દ્રે રસેલને જાળવી રાખે.

શ્રેયસ અય્યર

KKR શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં IPL ચેમ્પિયન બન્યું હતું. આ રીતે KKRને ચેમ્પિયન બનાવનાર શ્રેયસ અય્યર બીજો કેપ્ટન બન્યો. જો કે, શ્રેયસ અય્યર બેટ્સમેન તરીકે પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો, પરંતુ તેણે પોતાની નેતૃત્વ ક્ષમતાથી ટીમને ચેમ્પિયન બનાવી. KKR કોઈપણ કિંમતે તેના કેપ્ટનને જાળવી રાખવા માંગે છે.

વેંકટેશ અય્યર

વેંકટેશ ઐયરે ટોચના ક્રમમાં KKRને મજબૂત કરવાનું ચાલુ રાખ્યું. આ ખેલાડીએ બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ મહત્વની વિકેટ લીધી હતી. ખાસ કરીને, વેંકટેશ ઐયરે મધ્ય ઓવરોમાં જે ઝડપ સાથે રન ઉમેર્યા હતા તેનાથી KKRનું કામ સરળ બન્યું હતું.

રિંકુ સિંહ

રિંકુ સિંહે પોતાની ફિનિશિંગ ક્ષમતાથી ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું છે. KKR સિવાય આ ખેલાડીએ IPLમાં ભારત માટે તોફાની બેટિંગ કરી છે. તેથી, KKR તેમના ફિનિશરને જાળવી રાખવા માંગે છે.  એવું માનવામાં આવે છે કે જો રિંકુ સિંહ હરાજીનો ભાગ બને છે, તો પૈસાનો વરસાદ થઈ શકે છે.

વરુણ ચક્રવર્તી

વિપક્ષી બેટ્સમેનો માટે વરુણ ચક્રવર્તી એક પહેલી બની રહ્યો છે. આ બોલરે મહત્વના પ્રસંગોએ પોતાની ટીમને સફળતા અપાવી હતી. ખૂબ જ શાનદાર રીતે બોલિંગ પણ કરી. જોકે, એવું માનવામાં આવે છે કે KKR વરુણ ચક્રવર્તીને જાળવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod Accident : દાહોદમાં 2 ખાનગી બસ વચ્ચે અકસ્માત, 5 ઘાયલValsad Crime : વલસાડમાં ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ બાદ હત્યાAhmedabad Bopal Fire Case: બોપલમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર, Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Embed widget