શોધખોળ કરો

RCB vs LSG: મયંક યાદવ સામે બેંગ્લુરુના બેટ્સમેન પરાસ્ત, લખનઉએ 28 રને મેચ જીતી લીધી

2 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી હતી.

RCB vs LSG: 2 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી હતી. લખનૌ સુપર જાયન્ટ્સે પહેલા રમતા 181 રન બનાવ્યા હતા. આ દરમિયાન, ક્વિન્ટન ડી કોકે 56 બોલમાં 81 રનની ઇનિંગ રમી હતી, જ્યારે નિકોલસ પૂરને પણ 21 બોલમાં 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમીને એલએસજીને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. બીજી તરફ બોલિંગમાં મયંક યાદવે આ વખતે પણ પોતાની ગતિથી બેટ્સમેનોને છેતર્યા. મયંકે 3 મહત્વની વિકેટ લીધી અને લખનૌને 28 રનથી જીતાડવામાં મદદ કરી.

આરસીબીને 182 રનનો ટાર્ગેટ મળ્યો હતો 

લખનઉ તરફથી ક્વિન્ટન ડી કોક અને કેએલ રાહુલે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. રાહુલ સારી લયમાં દેખાતો હતો, પરંતુ ગ્લેન મેક્સવેલના બોલ પર આઉટ થયો હતો. તેણે 14 બોલમાં 2 સિક્સર ફટકારીને 20 રન બનાવ્યા હતા. બીજી તરફ, ક્વિન્ટન ડી કોકે તેની 81 રનની શાનદાર ઇનિંગ દરમિયાન 8 ફોર અને 5 પાવરફુલ સિક્સર ફટકારી હતી. દેવદત્ત પડિક્કલ કંઈ ખાસ કરી શક્યો નહોતો, પરંતુ માર્કસ સ્ટોઈનિસે 15 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. તેના સિવાય આ સિઝનમાં નિકોલસ પૂરનના બેટમાં આગ લાગી છે, જેણે 21 બોલમાં 1 ફોર અને 5 સિક્સર ફટકારીને 40 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ટીમને 181 રનના સ્કોર સુધી પહોંચાડી હતી.

મયંક યાદવ સામે RCB બેટિંગ લાઇન અપ ફેલ 

RCB માટે વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસિસે ઇનિંગની શરૂઆત કરી હતી. આ વખતે કોહલી 16 બોલમાં માત્ર 22 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મયંક યાદવનો સ્પેલ શરૂ થતાની સાથે જ RCBની બેટિંગ લાઈન-અપ સંપૂર્ણપણે ખોરવાઈ ગયેલી જોવા મળી હતી.એક સમયે RCBનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 40 રન હતો, પરંતુ પછીના 18 રનમાં ટીમે 4 વિકેટ ગુમાવી દીધી હતી. ડુ પ્લેસિસે 19 રન અને રજત પાટીદારે 29 રનનું યોગદાન આપ્યું હતું.

આરસીબીને છેલ્લી 5 ઓવરમાં 78 રનની જરૂર હતી

15 ઓવર પછી આરસીબીનો સ્કોર 6 વિકેટે 104 રન હતો. મહિપાલ લોમરોર ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ક્રિઝ પર આવ્યો હતો. RCBને છેલ્લી 5 ઓવરમાં 78 રનની જરૂર હતી, પરંતુ યશ ઠાકુરે 16મી ઓવરમાં 19 રન આપી દીધા, જેના કારણે એવું લાગી રહ્યું હતું કે RCB હજુ પણ મેચમાં છે. નવીન ઉલ-હકે પણ 17મી ઓવરમાં 13 રન આપ્યા, પરંતુ દિનેશ કાર્તિકની વિકેટ પણ લીધી. લોમરરની 13 બોલમાં 33 રનની ઈનિંગે મેચમાં પ્રાણ ફૂંક્યા હતા, પરંતુ યશ ઠાકુરના બોલમાં મોટા શોટનો પ્રયાસ કરતા તે આઉટ થઈ ગયો હતો.

આરસીબીને છેલ્લી 2 ઓવરમાં 44 રનની જરૂર હતી અને માત્ર 1 વિકેટ હાથમાં હતી. મોહમ્મદ સિરાજે રવિ બિશ્નોઈની બોલ પર સતત 2 છગ્ગા ફટકાર્યા, પરંતુ આ બધું અપૂરતું સાબિત થયું. ટીમને અંતિમ 6 બોલમાં જીતવા માટે 30 રનની જરૂર હતી, પરંતુ મોહમ્મદ સિરાજ 20 ઓવર પૂર્ણ થાય તે પહેલા જ આઉટ થઈ ગયો હતો. આરસીબી 153 રનમાં ઓલઆઉટ થતાં જ એલએસજીએ 28 રનથી મેચ જીતી લીધી હતી.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો ઝટકો, સેમ કરન 8 રન બનાવીને આઉટ
CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો ઝટકો, સેમ કરન 8 રન બનાવીને આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો ઝટકો, સેમ કરન 8 રન બનાવીને આઉટ
CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો ઝટકો, સેમ કરન 8 રન બનાવીને આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Embed widget