RCB vs LSG Score: લખનઉ સુપર જાયન્ટ્સે બેંગ્લુરુને 28 રને હરાવ્યું, મયંક યાદવની ઘાતક બોલિંગ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કરની વાત કરીએ તો, બંને ટીમો અત્યાર સુધીમાં IPLમાં ચાર વખત સામસામે આવી ચુકી છે.
LIVE

Background
લખનૌએ બેંગલુરુને હરાવ્યું
IPL 2024ની 15મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 28 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલુરુની ટીમ 19.4 ઓવરમાં 153 રનમાં સમેટાઈ ગઈ હતી.
RCB vs LSG Live: બેંગલુરુને સાતમો ઝટકો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુુરુની ટીમને સાતમાં ઝટકો લાગ્યો છે. દિનેશ કાર્તિક માત્ર 4 રન બનાવી આઉટ થયો છે. હાલમાં ટીમનો સ્કોર 17 ઓવરમાં 136 રન છે.
RCB vs LSG Live: બેંગલુરુ ટીમ મુશ્કેલીમાં
નવ ઓવર પછી બેંગલુરુએ ચાર વિકેટ ગુમાવીને 60 રન બનાવ્યા છે. હાલમાં અનુજ રાવત અને રજત પાટીદાર ક્રિઝ પર છે. બેંગલુરુની ટીમ સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં સફળ રહી નથી. મયંક યાદવે ફરી એકવાર પોતાની ફાસ્ટ બોલિંગથી તબાહી મચાવી છે.
RCB vs LSG Live Score: ફાફ ડુ પ્લેસિસ રન આઉટ
ફાફ ડુ પ્લેસિસ છઠ્ઠી ઓવરના પ્રથમ બોલ પર રન આઉટ થયો હતો. આરસીબીનો સ્કોર હવે 5.1 ઓવરમાં 2 વિકેટે 42 રન છે.
વિરાટ કોહલી 22 રન બનાવીને આઉટ થયો
બેંગલુરુની ટીમને પહેલો ફટકો 40 રનના સ્કોર પર લાગ્યો છે. સિદ્ધાર્થે વિરાટ કોહલીને 22 રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. હાલમાં ફાફ ડુપ્લેસીસ અને રજત પાટીદાર ક્રિઝ પર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
